દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા અનેક ધારાસભ્યોની ટિકિટો રદ્દ કરવામાં આવે તેવી જાણકારી સામે આવી છે. તિમારપુરથી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય દિલીપ પાંડે ની ટિકિટ પણ કાપવામાં આવી શકે છે. દિલીપ પાંડે દ્વારા ભલે પાર્ટીમાં વધુ કામ કરવા માટે સંમતિ દર્શાવી હોય પરંતુ તેમના સમર્થકો દ્વારા બળવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, તિમારપુરમાં AAP ની સમગ્ર વિંગ દ્વારા એક સાથે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજીનામું આપવાની સાથે નવા સંભવિત ઉમેદવાર માટે કામ ન કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. જ્યારે એક વીડિયોમાં એક મહિલા કર્મચારી રડતા પણ દેખાઈ હતી.
તેની સાથે વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ત્રણ ડઝનથી વધુ લોકો કથિત રીતે હાથમાં રાજીનામું લઈને એકસાથે ઉભા રહેલા છે અને તેમના દ્વારા પાર્ટીના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તે તેમનું સભ્યપદ છોડી રહ્યા નથી પરંતુ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેશે.
વધુંમાં વિડીયોમાં કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘અમે આમ આદમી પાર્ટી, તિમારપુર વિધાનસભાના કાર્યકર્તા, અમે બધા અમારી પાર્ટીના સભ્યપદથી નહીં પરંતુ અમારા પદ પરથી અમે રાજીનામું આપી રહ્યા છીએ. પક્ષ દ્વારા જે વ્યક્તિને ટિકિટ અપાઈ છે તેની સામે અમે ત્રણ ચૂંટણી લડ્યા છીએ. હવે તેની સાથે અમે ચૂંટણી લડી શકીશું નહીં. દિલીપ પાંડેની ટિકિટ કેમ કાપવામાં આવી તેનું કારણ પણ પાર્ટી દ્વારા જણાવવામાં આવું જોઈએ. જ્યાં સુધી આ નક્કી થશે નહીં ત્યાં સુધી અમારામાંથી કોઈ કામ કરશે નહીં.