Dehgam માં ગણેશ વિસર્જન સમયે મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યાં; આઠના મોત…

Amit Darji

પાટણ બાદ હવે ગાંધીનગરના Dehgam માં ગણેશ વિસર્જન દરમિયાનની એક દુઃખદ ઘટના સામે આવી છે.  ગણેશ વિસર્જન દરમિયાન ૧૦ લોકો નદીમાં ડૂબી ગયા હોવાની જાણકારી સામે આવી છે. ગાંધીનગર ના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ નજીક મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો ડૂબી ગયેલા માંથી આઠ લાશોને બહાર કાઢવામાં આવી છે. જ્યારે બે વ્યક્તિને ની તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ત્રીજી ઘટના છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગણેશ વિસર્જન સમયે દહેગામના વાસણા સોગઠી ગામ નજીકથી પસાર થતા સમયે મેશ્વો નદીમાં 10 લોકો ડૂબી ગયા હતા. તેની જાણકારી મળતા દહેગામ ફાયરબ્રિગેડની ટીમ અને બહીયલ તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આવ્યા હતા. જ્યારે 10 માંથી આઠ લોકોની લાશોને બહાર કાઢવામાં આવી હતી. જ્યારે અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી હતી.

તમને જણાવી દઈએ કે, બે દિવસ અગાઉ પાટણની સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન પણ એક દુઃખદ ઘટના ઘટી હતી. જેમાં વેરાઈ ચકલા વિસ્તારમાં રહેનાર પ્રજાપતિ પરિવારનાં સભ્યો સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન કરવા માટે ગયેલા હતા. તે સમયે એક જ પરિવારનાં ચાર સભ્યો નદીમાં ડૂબી જવાના લીધે તેમનું દુઃખદ મૃત્યુ નીપજ્યું હતું.

 

Share This Article
Leave a comment