ફ્લાઈટમાં અમેરિકી વ્યક્તિએ કરી ગંદી હરકત, થયું ઇમરજન્સી લેન્ડિંગ

Amit Darji

અમેરિકન એરલાઇન્સની એક ફ્લાઈટમાં બબાલ મચી ગઇ છે. ન્યુ જર્સીના એક વ્યક્તિએ કથિત રીતે ગંદી હરકત કરી છે જેના કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. એરિક નિકોલસ ગૈપકો નામના એક વ્યક્તિએ એક મહિલા ક્રુ મેમ્બર સાથે શારીરિક સંબંધ બાંધવાના પ્રયત્ન કર્યા અને ત્યારબાદ ફ્લાઇટનો દરવાજો ખોલવા લાગ્યો.

મહિલા ક્રુ મેમ્બર સાથે કરી જબરદસ્તી
જો કે, આ ઘટના 18 જુલાઈની છે. જ્યારે સીએટલથી ડલાસ માટે ફ્લાઇટ નંબર 2101 માં મુસાફરી કરી રહેલ 26 વર્ષની એરિક નિકોલસ ગૈપકોએ એવી હરકત કરી જેણે દરેકને ચોંકાવી દીધા છે. આ વ્યક્તિએ એક મહિલા ક્રુ મેમ્બર સાથે શારીરિક સંબંધ બાંધવાના પ્રયત્ન કર્યા છે.

અમેરિકી એટર્ની કાર્યાલયે જણાવ્યું કે, એરિક નિકોલસ નામના આ વ્યક્તિએ ત્યારબાદ ફ્લાઇટમાં પોતાનો શર્ટ ઉતારી દીધો અને ક્રુ મેમ્બરને ગાળો આપતા સંબંધ બાંધવાનું કહેવા લાગ્યો. ત્યારબાદ તે વેપ પેનથી કશ લેવા લાગ્યો અને તેણે ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે પણ મારપીટ કરી.

આ વ્યક્તિએ લીધું હતું ડ્રગ્સ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ફ્લાઇટમાં જતાં પહેલાં જ આ વ્યક્તિએ ડ્રગ્સ લીધું હતું, જેના કારણે તે સંતુલન ખોઈ બેઠો હતો. ફ્લાઇટની તસ્વીરોમાં તે નગ્ન અને બૂમો પાડતો દેખાઈ રહ્યો છે. ફલાઇટમાં વધારે બબાલ મચી જવાથી ફ્લાઇટને સાલ્ટ લેક સિટી તરફ ફેરવીને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.

જો કે, પોલીસે ત્યારબાદ સાલ્ટ લેક સિટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

Share This Article
Leave a comment