આજકાલની લાઇફસ્ટાઇલમાં વિટામીન B12 ની ઉણપ હોવી એ સામાન્ય બની ગયું છે. વિટામીન B12 આપણા શરીર માટે બહુજ જરૂરી છે. તે નર્વસ સિસ્ટમ અને બ્લડ સેલસને બનાવવા માટે બહુ મોટી ભૂમિકા નિભાવે છે. વિટામીન B12 ની ઉણપથી એનિમિયા, નબળાઇ, થાક અને નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી, જરૂરી છે કે આપણે તેને આપણા આહારમાં શામેલ કરીએ. ખાસ કરીને સવારે, જેથી દિવસભર એનર્જી જળવાઈ રહે અને વિટામીન B12 ભરપૂર માત્રામાં મળી રહે.
વિટામીન B12 ના કેટલાક મુખ્ય સ્ત્રોતો:
ઈંડા
ઇંડા વિટામીન B12 નો બહુ જ સારો સ્ત્રોત છે. આ વિટામીન ઈંડાની જરદીમાં મોટી માત્રામાં જોવા મળે છે. તમે તમારા સવારના નાસ્તામાં બાફેલા ઈંડા, ઓમેલેટ અથવા સ્ક્રેમ્બલ્ડ ઈંડાનો સમાવેશ કરી શકો છો.
દહીં
દહીં પાચનક્રિયા સારી બનાવવા સાથે તેમાં વિટામીન B12 પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તમે માત્ર સાદું દહીં ખાઈ શકો છો અથવા તો તેમાં ફળ અને બદામ ઉમેરીને સારો નાસ્તો પણ બનાવી શકો છો.
દૂધ અને દૂધની વાનગી
દૂધ અને દૂધની બનાવટો ચીઝ, પનીર અને યોગર્ટ પણ વિટામીન B12 થી ભરપુર હોય છે. સવારે એક ગ્લાસ દૂધ કે મિલ્કશેક પીવું ફાયદાકરક સાબિત થાય છે.
માંસ અને માછલી
જો તમે નોનવેજ ખાતાં હોય તો માંસ અને માછલી વિટામીન B12 માટે સારા સ્ત્રોત છે. ખાસ કરીને, ચિકન, મટન અને માછલી જેવા સૅલ્મોન અને ટુનામાં આ વિટામીન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તમે આને નાસ્તામાં પણ સામેલ કરી શકો છો.
અનાજ
કેટલાક અનાજ અને તેની પ્રોડક્ટ્સ જેવી કે ઓટ્સ અને કોરનફ્લેક્સમાં પણ વિટામીન B12 ભરપુર જોવા મળે છે. તમે તેને દૂધ સાથે સવારના નાસ્તામાં પણ લઈ શકો છો.