“Film Kalki 2898 AD” ના OTT રિલીઝ ને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખના રીલીઝ થશે

Amit Darji

અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને પ્રભાસની ફિલ્મ કલ્કી 2898 એડી ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મની કરીએ તો તે બોક્સ ઓફીસ પર ચાલનારી આ વર્ષની સૌથી મોટી ફિલ્મ રહી છે. એવામાં હવે કલ્કી 2898 એડી ઓટીટી પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ ઓગસ્ટમાં OTT પર રિલીઝ થવા છે.

ફિલ્મ કલ્કી 2898 એડી 23 ઓગસ્ટ, 2024 ના રોજ ઓટીટી પર થશે રીલીઝ

ફિલ્મ કલ્કી 2898 એડી ની વાત કરીએ તો આ ફિલ્મ 23 ઓગસ્ટ, 2024 ના રોજ ઓટીટી પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. અમિતાભની આ ફિલ્મ 27 જૂનના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. તેની સાથે આ ફિલ્મ 2024 ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ પણ છે.

- Advertisement -

ફિલ્મ કલ્કી 2898 એડી ફિલ્મ

આ ફિલ્મને લઈને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ અને દીપિકા પાદુકોણ સિવાય કમલ હાસન, સ્વસ્ત ચેટર્જી, દિશા પટણી, શોબાના, વિનય કુમાર અને મૃણાલ ઠાકુર જેવા કલાકારો પણ રહેલા છે. જ્યારે ફિલ્મની વાર્તાની વાત કરવામાં આવે તો આ ફિલ્મ એક પૌરાણિક સાયન્સ ફિક્શન રહેલ છે.

- Advertisement -
Share This Article
Leave a comment