પંજાબ પોલીસના ભૂતપૂર્વ એઆઈજી દ્વારા આજે ચંદીગઢ જિલ્લા કોર્ટમાં તેમના જમાઈ ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમાં પણ જાણકારી સામે આવી છે કે, બંને પરિવારો વચ્ચે ઘરેલુ ઝઘડો ચાલી રહ્યો હતો. આ મામલામાં આજે બંને પક્ષો ચંદીગઢ ફેમિલી કોર્ટ પહોંચેલા હતા. આરોપીની વાત કરીએ તે તો તે પૂર્વ AIG માલવિંદર સિંહ સિદ્ધુ રહેલ છે. મૃતક જમાઈ ખેતીવાડી વિભાગ માં આઈઆરએસ રહેલ હતો.
આ મામલામાં આરોપી દ્વારા બાથરૂમ જવાનું કહેતાં બંને પક્ષો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. તેના પર તેમના જમાઈ દ્વારા કહેવામાં આવ્યું કે, હું રસ્તો દેખાડી દઈશ. પછી બંને રૂમની બહાર નીકળી ગયા હતા. તે સમયે આરોપી દ્વારા તેની બંદૂકમાંથી પાંચ ગોળી ચલાવવામાં આવી હતી. જેમાંથી બે ગોળી યુવાનને વાગી ગઈ હતી. એક ગોળી અંદરના રૂમના દરવાજા પર વાગી હતી હતી. જ્યારે બે ફાયર ખાલી થયા હતા. ગોળી નો અવાજ સાંભળીને કોર્ટમાં ભારે હંગામો થયો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલા વકીલો દ્વારા આરોપીને પકડીને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો અને પોલીસને આ મામલામાં જાણ કરવામાં આવી હતી.
તેની સાથે ઈજાગ્રસ્ત સેક્ટર 16 ની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. જાણકારી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળ પહોંચી આવી અને રૂમમાં બંધ આરોપીની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈને ચાલી ગઈ હતી. અકસ્માત બાદ અનેક જજ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.