Chiranjeevi અને તેમના પુત્ર રામ ચરણે વાયનાડ પીડિતોની કરી મદદ, એક કરોડ રૂપિયાનું આપ્યું દાન

Amit Darji

અલ્લુ અર્જુન વાયનાડ ભૂસ્ખલન પીડિતોને મદદ માટે આગળ આવ્યા છે. તેમના દ્વારા રૂ. 25 લાખનું દાન આપ્યા બાદ હવે Chiranjeevi અને તેમના પુત્ર રામ ચરણ દ્વારા મદદ કરવામાં આવી છે. પિતા-પુત્રની જોડી દ્વારા કેરળ સીએમ રિલીફ ફંડમાં એક કરોડ રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું છે.

અભિનેતા રામ ચરણ દ્વારા X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે અને કેરળમાં તાજેતરના ભૂસ્ખલનના લીધે થયેલા દુ:ખદ મૃત્યુ અંગે ઊંડો શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે અને રામ ચરણ દ્વારા અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે કેરળના મુખ્યમંત્રી રાહત ફંડમાં એક કરોડ રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું. છે. તેની સાથે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા તમામ લોકો માટે તેમની હૃદયપૂર્વક પ્રાર્થના પણ કરી છે.

તેમને X (ટ્વીટર) પર પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે, ‘છેલ્લા થોડા દિવસોમાં કુદરતના પ્રકોપના લીધે કેરળમાં ભારે તબાહી અને સેંકડો કિંમતી જીવોના નુકસાનથી હું ખૂબ જ વ્યથિત રહેલું છું. વાયનાડ દુર્ઘટનાના પીડિતો પ્રત્યે મારી સંવેદના છે. હું અને ચરણ મળીને કેરળના સીએમ રિલીફ ફંડમાં પીડિતોને મદદ કરવા માટે એક કરોડ રૂપિયાનું યોગદાન આપીએ છીએ. જે લોકો દુઃખમાં છે હું તે તમામ લોકોના સાજા થવાની પ્રાથના કરું છું.

અલ્લુ અર્જુન પણ આપ્યું દાન

તેની સાથે તમને જણાવી દઈએ કે, આ અગાઉ અલ્લુ અર્જુન દ્વારા X (ટ્વીટર) પર એક પોસ્ટ શેર કરીને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. ‘પુષ્પા’ અભિનેતા દ્વારા કેરળના મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન પણ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં કેરળના વાયનાડમાં રેસ્ક્યુ ઓપરેશનના છઠ્ઠા દિવસે પણ મૃતકોની સંખ્યા વધારો થઈ રહ્યો છે. 30 જુલાઈના રોજ થયેલા ભયંકર ભૂસ્ખલનમાં 360 થી વધુ લોકોએ જીવ ગયા છે. ભારે મશીનરી સાથે લગભગ 1,300 બચાવ કાર્યકરો બચી ગયેલા લોકોને બચાવવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર રહેલ છે.

Share This Article
Leave a comment