અમદાવાદમાં આવેલી પ્રખ્યાત હયાત હોટલ ની વાનગીમાંથી થોડા દિવસો પહેલા વંદો નીકળ્યો હતો. ત્યાર બાદ હોટલને સીલ કરી દેવામાં આવી હતી. એવામાં હવે આ મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગ દ્વારા વસ્ત્રાપુરમાં સ્થિત હયાત હોટલને બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેની સાથે દંડ વસૂલી સીલ મારેલા કિચનને ખોલી દેવામાં આવેલ છે.
તમને જણાવી દઈએ કે, 31 જુલાઈના રોજ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર વસ્ત્રાપુરમાં આવેલી પ્રખ્યાત હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યાર બાદ આ ઘટનાની જાણકારી મળતા એએમસી ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. ત્યાર બાદ હયાત હોટલના કિચનને સીલ કરી દેવામાં આવ્યું હતું. તેમ છતાં હવે બે લાખ રૂપિયાનો દંડ વસૂલીને કિચન ખોલી દેવામાં આવેલ છે.
ઘટનાને લઈને જણાવી દઈએ કે, વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટલમાં એક કંપનીનો જમણવાર રાખવામાં આવ્યો હતો. જેમાં કંપનીના એક કર્મચારી દ્વારા ઈડલી સંભાર ખાવવા માટે મંગાવવામાં આવ્યો હતો. એવામાં કર્મચારીની નજર ઈડલીના સંભાર પર પડી હતી. સંભારમાં તેમને જોયું તો વંદા જેવું જોવા દેખાયું હતું. તેને બહાર કાઢીને જોયું તો તેમાંથી મરેલો વંદો જોવા મળ્યો હતો. ત્યાર બાદ કર્મચારી દ્વારા આ મામલાની જાણ AMC ને કરવામાં આવી હતી. તેના પછી AMC દ્વારા આ મામલામાં કાર્યવાહી કરતા હયાત હોટલના કિચનને સીલ કરી દેવામાં આવ્યું હતું.