Flipkart એ શરૂ કરી નવી સર્વિસ, હવે માત્ર 15 મિનિટમાં મળશે સામાનની ડિલિવરી

Amit Darji

દેશમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજના ડિજિટલ વિશ્વમાં, લોકો ઘરે બેસીને સામાનનો ઓર્ડર આપે છે. જો કે, કેટલીકવાર લોકોને તેમના ઓર્ડર કરેલા માલ માટે ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે. ત્યારે, લોકોને કરિયાણામાં જવા માટે થોડા કલાકો જ લાગે છે. પરંતુ ફ્લિપકાર્ટે હવે ફ્લિપકાર્ટ મિનિટ્સ નામની એક નવી સર્વિસ શરૂ કરી છે. જો કે, આ સેવા હાલમાં બેંગલુરુમાં શરૂ કરવામાં આવી છે.

શું છે આ નવી સર્વિસ?

જો કે, ફ્લિપકાર્ટ મિનિટ્સ દ્વારા, લોકોને હવે તેમની ઓર્ડર કરેલી વસ્તુઓ થોડી મિનિટોમાં જ મળી જશે. જાણકારી અનુસાર, ફ્લિપકાર્ટ હવે 8 થી 16 મિનિટમાં ઈલેક્ટ્રોનિક્સથી લઈને ગ્રોસરી સુધીની વસ્તુઓની ડિલિવરી કરશે. આ પ્લેટફોર્મ આવવાથી Instamart, Zepto અને Blinkit જેવી સેવાઓને બજારમાં કડક ટક્કર મળશે.

જો કે, કંપનીએ આ સર્વિસ બેંગલુરુથી શરૂ કરી છે. પરંતુ ટૂંક સમયમાં આ સર્વિસ અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, આ નવી સર્વિસને હાલની ફ્લિપકાર્ટ એપનો એક ભાગ બનાવવામાં આવી છે અને તે બેંગલુરુના કેટલાક પિનકોડ પર શરૂ કરવામાં આવી છે.

ઘણી પ્રોડક્ટ્સની થશે તાત્કાલિક ડિલિવરી

ફ્લિપકાર્ટની આ નવી સર્વિસ લોકોને ઘણી સુવિધા પૂરી પાડવા જઈ રહી છે. આ સર્વિસની મદદથી 15 મિનિટની અંદર હજારો પ્રોડક્ટ્સની ડિલિવરી કરવામાં આવશે. આ માટે ફ્લિપકાર્ટ લગભગ 100 ડાર્ક સ્ટોર્સ પણ ઓપરેટ કરશે. આનાથી સ્પષ્ટ છે કે, કંપની જલ્દી જ દેશના અન્ય શહેરોમાં પણ આ સર્વિસ શરૂ કરી શકે છે.

બજારમાં ક્વિક-કોમર્સ સેવાની ભારે માંગ

ફ્લિપકાર્ટ લાંબા સમયથી ભારતમાં ક્વિક-કોમર્સ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું હતું. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, આ નવી સર્વિસ કંપનીને કેટલો ફાયદો કરાવશે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે, કોવિડ રોગચાળા પછી, બજારમાં ક્વિ-કોમર્સ સેવાની માંગ ઝડપથી વધી રહી છે.

જાણકારી અનુસાર, એવું માનવામાં આવી રહ્યું છે કે, 2029 સુધીમાં આ માર્કેટ લગભગ 9939 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. ત્યારે ફ્લિપકાર્ટ મિનિટ્સ સર્વિસ માર્કેટમાં ઈન્સ્ટામાર્ટ અને બ્લિંકિટ જેવી સેવાઓ સાથે સ્પર્ધા કરશે.

Share This Article
Leave a comment