રાજકીય અસ્થિરતા વચ્ચે મહિલા T20 વર્લ્ડ કપના આયોજન પર શંકા યથાવત રહેલો છે. આ દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ટૂર્નામેન્ટના આયોજન માટે દેશના સર્વિસ ચીફ પાસેથી સુરક્ષાની ખાતરી માંગવામાં આવી છે. બાંગ્લાદેશમાં ફેલાયેલી હિંસાના લીધે વડાપ્રધાન શેખ હસીના દ્વારા રાજીનામું આપીને દેશ છોડી દેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં ઓક્ટોબરમાં મહિલા ટી20 વર્લ્ડ કપનું આયોજન મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.
મહિલા T20 વર્લ્ડ કપ બાંગ્લાદેશના સિલ્હેટ અને મીરપુરમાં યોજાવવાનો છે. ટૂર્નામેન્ટની પ્રેક્ટિસ મેચો 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે. Cricbuzz મુજબ, BCB દ્વારા બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાનને પત્ર લખીને ટૂર્નામેન્ટ યોજવા માટે સુરક્ષાની ખાતરી માંગવામાં આવી છે. તેની સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા પણ બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે, આઈસીસી આ ટૂર્નામેન્ટનું આયોજન સમાન સમય ઝોનમાં અન્ય કોઈપણ સ્થાન પર કરી શકે છે. આવી સ્થિતિમાં ભારત, સંયુક્ત આરબ અમીરાત અને શ્રીલંકાને યજમાની ની તક મળે તેવી શક્યતા રહેલી છે.
BCB અમ્પાયરિંગ કમિટીના અધ્યક્ષ ઈફ્તિખાર અહેમદ મિથૂએ દ્વારા કહેવામાં આવ્યું છે કે, “અમારા દ્વારા ટૂર્નામેન્ટની યજમાની કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છીએ. અમે ગુરુવારના આર્મી ચીફને પત્ર મોકલીને મહિલા T-20 વર્લ્ડ કપની સુરક્ષા અંગે ખાતરી માંગવામાં આવી છે કારણ કે અમારી પાસે હવે માત્ર બે મહિનાનો સમય બાકી રહેલો છે.”