8 લાખની Home Loan પર 4% વ્યાજ સબસિડી, મિડલ ક્લાસ માટે મોદી સરકારની ભેંટ

Amit Darji

Home Loan : કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) 2.0ને મંજૂરી આપી છે. આ હેઠળ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે 1 કરોડ મકાનો બનાવવાના છે. આ 1 કરોડ પરિવારોને 2.30 લાખ કરોડ રૂપિયાની સરકારી સબસિડી આપવામાં આવશે. આ સબસિડી અલગ અલગ રીતે આપવામાં આવશે. આવી જ એક પદ્ધતિ વ્યાજ સબસિડી યોજનાની છે. તો ચાલો જાણીએ, આ યોજના વિશે.

યોજનાના દાયરામાં કયા લોકો આવશે
આર્થિક રીતે નબળા વર્ગ (EWS)/ઓછી આવક જૂથ (LIG)/મધ્યમ આવક જૂથ (MIG) પરિવારો આ યોજના હેઠળ આવે છે. આ એવા પરિવારો છે જેમની પાસે દેશમાં ક્યાંય પણ પોતાનું કોઈ કાયમી ઘર નથી. આવા લોકો PMAY-U 2.0 હેઠળ મકાન ખરીદવા અથવા બાંધવા માટે પાત્ર હશે.

EWS ના દાયરામાં : ₹3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો

LIG હેઠળ : ₹3 લાખથી ₹6 લાખની વચ્ચે વાર્ષિક આવક ધરાવતા પરિવારો

MIG હેઠળ : ₹6 લાખથી ₹9 લાખની વચ્ચે વાર્ષિક આવક ધરાવતા પરિવારો

વ્યાજ સબસિડી યોજના
EWS, LIG અને MIG પરિવારો માટે હોમ લોન પર સબસિડી આપવામાં આવશે. ₹35 લાખ સુધીના મકાનો માટે ₹25 લાખ સુધીની હોમ લોન લેનારા લાભાર્થીઓ 12 વર્ષ સુધીના સમયગાળા માટે પ્રથમ ₹8 લાખની લોન પર 4 ટકા વ્યાજ સબસિડી માટે પાત્ર બનશે. 5-વાર્ષિક હપ્તાઓમાં પુશ બટન દ્વારા પાત્ર લાભાર્થીઓને ₹1.80 લાખની સબસિડી આપવામાં આવશે. લાભાર્થીઓ વેબસાઇટ, OTP અથવા સ્માર્ટ કાર્ડ દ્વારા તેમના ખાતાની માહિતી મેળવી શકે છે.

તમને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરીને વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 1.18 કરોડ આવસોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી 85.5 લાખથી વધારે આવાસ પૂર્ણ કરીને લાભાર્થીઓને આપવામાં આવ્યા છે અને બાકી આવાસનું બાંધકામ ચાલી રહ્યું છે.

Share This Article
Leave a comment