કોલકાતા એક દુઃખદ મામલો સામે આવ્યો હતો. જેમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ આચરી તેમની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે હવે આ મામલામાં સુરતમાં ન્યાયની માંગણી માટે રેલી યોજવામાં આવી હતી. Surat સિવિલ હોસ્પિટલમાં કેન્ડલ માર્ચ રેલી યોજવામાં આવી હતી. કોલકતામાં આ રેલી કોલકતાની મહિલા ડોક્ટરને ન્યાય અપાવવા માટે યોજવામાં આવી હતી. તેની સાથે આ રેલીમાં સિવિલ હોસ્પિટલના 200 જેટલા તબીબો જોડાઈ ન્યાયની માંગણી કરવામાં આવી હતી.
સુરતમાં સિવિલ મેડિકલ કોલેજની નવી બિલ્ડીંગ પાસે મોટી સંખ્યામાં રેસીડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ ભેગા થયા હતા. કોલકત્તામાં મહિલા ટ્રેઈની તબીબ સાથે બનેલી ઘટનાને લઈને કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ બેનરો સાથે પ્રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ પણ જોડાયા હતા. તેમાં સ્ટોપ, નો મર્સી ટુ રીપીસ્ટ, સેવ ધ સેવિયર જેવા બેનરો સાથે મોટી સંખ્યામાં રેસીડેન્ટ ડોક્ટરો અને સ્ટુડન્ટ દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, કોલકાતામાં સર્જાયેલ આ ઘટનાને લઈને દેશભરમાં સતત વિરોધ કરાઈ રહ્યો છે.. મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે. ગુજરાત IMA દ્વારા પણ આ મામલાને વખોડી કાઢવામાં આવી છે. તેની સાથે સતત 3-4 દિવસથી દેશભરના તબીબો દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે ત્યારે રેસીડેન્ટ ડોક્ટર એસોસિએશન અને સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા કેન્ડલ માર્ચ યોજીને વિરોધ કરવામાં આવેલ છે.