Gujarat માં આ ગામમાં શિક્ષણનો કર્યો બહિષ્કાર, ગ્રામજનોએ શાળાને માર્યા તાળા 

Amit Darji

Gujarat ના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળીયા ગામથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ ગામમાં ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાને તાળા બંધી કરી શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા શાળાએ પહોંચી શાળાને તાળા મારી દેવામાં આવ્યા હતા.

તેની સાથે ગ્રામજનો દ્વારા આચાર્ય જ્યોત્સ્નાબેન ચાવડાની શિક્ષણ કાર્યમાં બેદરકારી હોવાના કારણે તમામ વિદ્યાર્થી બાળકોનું શિક્ષણકાર્ય અને ભવિષ્ય ખરાબ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીપળીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ પૂર્ણ કરીને આવતા બાળકોને હાઈસ્કૂલમાં પ્રવેશ અપાતો નથી. તેના પાછળનું મુખ્ય કારણ બાળક શિક્ષણમાં ખૂબ નબળું હોય છે અને બાળકને આઠમાં ધોરણના અભ્યાસ બાદ કંઈપણ  આવડતું હોતું નથી. તેની સાથે જ્યાં સુધી આચાર્યની બદલી કરવામાં આવશે નહીં ત્યાં સુધી શાળાને તાળાબંધી કરવાનો ગ્રામજનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સિવાય ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શાળામાં બાળકોમાં માટે બનાવવામાં આવેલ બાથરૂમમાં પાણીમાં પાણી આવતું નથી. રમતગમતના સાધનો અપાતા નથી. પીવાના પાણીની પણ સુવિધા પ્રાપ્ત થતી નથી. શાળામાં કોમ્પ્યુટર વર્ગ હાલમાં બંધ હાલતમાં રહેલી છે. એવામાં નાની બાબતોને લીધે બાળકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તેની સાથે ગ્રામજનો વધુમાં જણાવ્યું છે કે, નવી શાળાના બાંધકામમાં પણ આચાર્ય દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. શાળા માટે ૪૦ હજાર રૂપિયા દાન આપનાર દાતા દ્વારા બોર બનાવી આપવામાં આવ્યો હતો. તેની પણ શાળા દ્વારા જાળવણી કરવામાં આવી નથી. આચાર્ય જ્યોત્સનાબેન ચાવડા વર્ષોથી પીપળીયા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. છેલ્લા થોડા સમયથી આચાર્યનો ચાર્જ મળેલ છે. તેમ છતાં શિક્ષણકાર્યમાં સુધાર કરવામાં આવ્યો નથી. ગામલોકો દ્વારા રોષ સાથે આજ પીપળીયા પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. તેની સાથે માંગ કરવામાં આવી છે હતી કે, જ્યાં સુધી આચાર્યની બદલી કરવામાં આવશે નહીં ત્યાં સુધી શાળામાં શિક્ષણકાર્યનો બહિષ્કાર કરવામાં આવશે.

Share This Article
Leave a comment