Kolkata ની આરજી કર મેડિકલ કોલેજમાં જુનિયર તબીબ પર દુષ્કર્મ અને હત્યાના બાબતમાં યુકેના ડોકટરો અને મેડિકલ વિદ્યાર્થીઓ દ્વારા પણ દેશમાં ચાલી રહેલી હડતાળને સમર્થન આપવામાં આવ્યું છે. તબીબો અને તબીબી વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર તબીબને ન્યાય મળે અને તબીબોની સુરક્ષા માટે પહેલ કરવાની માંગ કરતો પત્ર જાહેર કરવામાં આવ્યો છે.
તેના સિવાય પત્રમાં આ ઘટના અંગે પશ્ચિમ બંગાળ સરકારની નિષ્ક્રિયતા અને નિષ્ક્રિય વલણની નિંદા કરવામાં આવેલ છે. લંડનમાં ઈન્ડિયા હાઉસની બહાર ચાલી રહેલા વિરોધ વચ્ચે બ્રિટનના એડિનબર્ગ અને લીડ્સમાં ડોક્ટરો દ્વારા પણ આ ઘટનાના વિરોધમાં બેઠકો યોજવામાં આવી હતી. ડોક્ટરો દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે કે, જુનિયર ડોક્ટર સાથે થયેલી ઘટના મહિલાઓ સામે વધી રહેલી હિંસા અને લોકોના પ્રત્યે રાજ્યની બેદરકારી દર્શાવે છે.
તેની સાથે વધુમાં પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સાર્વજનિક તરીકે સુરક્ષાનો અભાવ હોવાના લીધે મહિલાઓ પર અપ્રમાણસર અસર પડે છે. મહિલાઓ પહેલાથી જ પિતૃસત્તાક સામાજિક પરિસ્થિતિઓના લીધે હાંસિયામાં ધકેલાઈ ગયેલ છે. મમતા બેનર્જી સહિતના સરકારી નેતાઓ દ્વારા સલામત કાર્યસ્થળો પ્રદાન કરવા, ન્યાય આપવા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાને બદલે પીડિતાને દોષી બનાવી સ્ત્રી દુષ્કર્મ જેવી પ્રતિક્રિયા આપતા રહે છે. આ ઘટનાથી સ્પષ્ટ છે કે, તમામ કાર્યસ્થળો પર જાહેર સલામતીનાં પગલાં અને આંતરિક ફરિયાદ પદ્ધતિને તાત્કાલિક અમલમાં મૂકવાની જરૂરિયાત રહેલી છે.
બ્રાઇટનમાં નેશનલ હેલ્થ સર્વિસ સાથે જોડાયેલા ફિઝિશિયન ડો. દીપ્તિ જૈન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે ડોક્ટરોની સાથે ઊભા છીએ. બ્રિટન, અમેરિકા, કેનેડા અને યુએઈમાં ડોક્ટરો દ્વારા આ ઘટનાનો સામૂહિક રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. 22 ઓગસ્ટના રોજ બ્રિટિશ ભારતીય મહિલા ડોક્ટરો ઘટનાને લઈને લંડનમાં પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવશે.
જાણકારી મુજબ, કોલકાતાના લાલબજાર સ્થિત આરજી કાર મેડિકલ કોલેજ-હોસ્પિટલના એક જુનિયર ડૉક્ટર પર 8-9 ઓગસ્ટની મધ્યરાત્રીના દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી. મૃતક મેડિકલ કોલેજમાં ચેસ્ટ મેડિસિન વિભાગની અનુસ્નાતક બીજા વર્ષની વિદ્યાર્થી અને તાલીમાર્થી તબીબ હતી. મામલામાં દેશભરમાં તબીબો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવીછે. IMA એ દ્વારા 24 કલાક માટે દેશના તમામ ડોકટરોની સેવાઓ પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. મહિલા ડોક્ટરની હત્યાના કેસમાં સીબીઆઈ દ્વારા સતત બીજા દિવસે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષની પૂછપરછ કરવામાં આવી છે.