Pat Cummins ભારત સામેની ટેસ્ટ સીરીઝ પહેલા આઠ અઠવાડિયાનો લેશે બ્રેક, આ દેશો સામે રમશે નહીં

Amit Darji

ઓસ્ટ્રેલિયા ના ટેસ્ટ કેપ્ટન Pat Cummins ભારત સામે વર્ષના અંતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા આઠ અઠવાડિયા નો બ્રેક લેવાનો છે. ઓસ્ટ્રેલિયા 1992 બાદ પ્રથમ વખત ભારત સામે 22 નવેમ્બર થી પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ સિરીઝ ને ધ્યાનમાં રાખતા પેટ કમિન્સ દ્વારા પોતાને બે મહિનાનો બ્રેક આપવાનું નક્કી કરેલ છે તેના લીધે તે પોતાની જાતને ફ્રેશ રાખી શકે.

કમિન્સ સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની સીમિત ઓવરોની શ્રેણીમાં ભાગ લેશે નહીં. તાજેતરમાં તેમણે બ્રેક લેવા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને જણાવ્યું હતું કે, તે કેવી રીતે જૂન 2023 થી સતત રમી રહ્યા છે. Pat Cummins દ્વારા કહેવામાં આવ્યું કે, દરેક વ્યક્તિ જે વિરામ પછી પરત આવે છે તે થોડો ફ્રેશ જોવા મળે છે તેનો તમને ક્યારેય અફસોસ થતો નથી. હું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદથી સતત રમી રહ્યો છું અને તેને લગભગ 18 મહિના થઈ ગયા છે. ફ્રેશ થવા અને મારા શરીરને આકારમાં રાખવા માટે મને સાત-આઠ અઠવાડિયાના વિરામની જરૂરીયાત છે. જ્યારે તમે પરત આવવા પર વધુ સમય સુધી બોલિંગ કરી શકો છો અને પોતાની ઝડપને જાળવી રાખો છો. તેના લીધે ઈજાનું જોખમ પણ ઘટી જાય છે.

પેટ કમિન્સ ગયા વર્ષે જૂનથી સતત રમી રહ્યા છે. તેમણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ની ફાઇનલમાં ભાગ લીધો હતો. ત્યારબાદ એશિઝ સિરીઝ, ODI વર્લ્ડ કપ 2023, IPL 2024 અને T20 વર્લ્ડ કપમાં પણ રમ્યો હતો. આ કારણોસર આ ઝડપી બોલર માટે આગામી મહત્વપૂર્ણ સીરીઝ પહેલા પોતાને આરામ આપવો જરૂરી બની ગયો છે.

પેટ કમિન્સ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવા માટે આતુર છે જેને ઓસ્ટ્રેલિયા 2017 થી જીત્યું નથી. પેટ કમિન્સે જણાવ્યું કે, આ એવી ટ્રોફી છે જે મેં જીતી નથી. અમારી ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે જે હજુ પણ આનાથી વંચિત રહેલા છે. તમે ઘરે આ પ્રકારની ટ્રોફી જીતવા ઈચ્છો છો. મને લાગે છે કે, તમારે ટોપની ટીમોને પડકારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ એક સારી ટીમ છે અને અમે તેમની સામે ઘણું રમ્યા છીએ. અમે તેમને સારી રીતે જાણીએ છીએ અને મને લાગે છે કે અમે સારી સ્થિતિમાં રહેલા છીએ.

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે છેલ્લી બે ટેસ્ટ શ્રેણી હારી ચૂક્યું છે. ભારતે 2018-19 અને 2020-21 માં ટેસ્ટ સીરીઝમાં ઓસ્ટ્રેલિયા ટીમને હરાવ્યું હતું. તેમ છતાં બંને ટીમો માટે આગામી સીરીઝ ઘણી મહત્વની છે.

Share This Article
Leave a comment