જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીને લઈને મોટી જાણકારી સામે આવી છે. ચુંટણીને તારીખ જાહેર કરી દેવામાં આવી છે. તેને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરુ કરી નાખવામાં આવી છે. એવામાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ને લઈને જાણકારી સામે આવી છે. તેના દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં પીડીપીના વડાં Mehbooba Mufti ની પુત્રી ઈલ્તિજા મુફ્તી સહિત આઠ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે મહેબૂબા મુફ્તી ચુંટણી લડવાના નથી.
તમને જણાવી દઈએ કે, પીડીપી પાર્ટીના પ્રમુખ મહેબૂબા મુફ્તીની જગ્યાએ તેમની પુત્રી ઇલ્તિજા મુફ્તી ચૂંટણી લડવાના હોવાનું સામે આવ્યું છે. ઇલ્તિજા મુફ્તીની વાત કરીએ તો તે બિજબિહારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. મહેબૂબા મુફ્તી દ્વારા આ સીટ પરથી 1996 માં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડવામાં આવી હતી.
તેની સાથે જણાવી દઈએ કે, જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા તેના મત વિસ્તારના પ્રભારીઓની યાદી જાહેર કરવામાં આવી છે. પીડીપીના મહા સચિવ ગુલામ નબી લોન હંજુરા દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીમાં બિજબિહારા – ઇલ્તિજા મુફ્તી, અનંતનાગ પૂર્વ – અબ્દુલ રહેમાન વીરી, દેવસર – સરતાજ અહેમદ મદની, અનંતનાગ – ડો. મહેબૂબ બેગ, ચરાર-એ-શરીફ – નબી લોન હંજુરા, વાચી – જી.મોહીઉદ્દીન વાની, , ત્રાલ – રફીક અહેમદ નાઈક અને પુલવામા – વહીદ-ઉર-રહેમાન પારાનું નામ સામેલ છે.
તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 18 મી સપ્ટેમ્બર, બીજા તબક્કાનું મતદાન 25 મી સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરના યોજાવાનું છે. જ્યારે પરિણામ ચોથી ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.