લોકપ્રિય ટેક કંપની ગૂગલ તેના યુઝર્સ માટે સમયાંતરે આકર્ષક ફીચર્સ લાવતું રહે છે. એવામાં Google જીમેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે હવે યુઝર્સને ગૂગલ જેમિની AI નો લાભ પ્રાપ્ત થવાનો છે. વપરાશકર્તાઓ દ્વારા હવે ‘હેલ્પ મી રાઈટ’ અને પોલિશ જેવી જેમિની આધારિત સુવિધાઓનો લાભ મળવાનો છે. આ ફીચરના આધારે યુઝર્સ માત્ર એક ક્લિકથી ઈમેલ પ્રાપ્ત કરી શકશે અને એડિટ પણ કરી શકશે. આ સિવાય તેના ટોનમાં પણ ફેરફાર કરી શકશે. તેમ છતાં માત્ર ફાયદો પેઇડ Gmail વપરાશકર્તાઓને થવાનો છે.
જેમિની આધારિત Gmail માં હવે ઘણી રીતના ફાયદા મળી શકશે. તેમાં પોલિશ, એડિટ અને ઈમેલની ટોનમાં પોતાની રીતે ફેરફાર કરી શકશે. યુઝર્સને ઈમેલ ડ્રાફ્ટ કરવાની સુવિધા પણ પ્રાપ્ત થશે. અહીં તમને જણાવી દઈએ કે, આ ફીચર Google Workspace ગ્રાહકો માટે રોલઆઉટ કરવામાં આવેલ છે. તેની સાથે જ જેમિની બિઝનેસ, એન્ટરપ્રાઇઝ એડ્સ ઓન, જેમિની એજ્યુકેશન, એજ્યુકેશન પ્રીમિયમ એડ ઓન અને Google One AI પ્રીમિયમ સબસ્ક્રિપ્શનનો લાભ લેનારા વપરાશકર્તાઓ આ નવા અપડેટની સુવિધાનો લાભ પ્રાપ્ત કરી શકશે.
જીમેલ પર પોલિશ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે 12 વધુ શબ્દોને સ્માર્ટફોનમાં જીમેલ ડ્રાફ્ટ વિન્ડોમાં લખવું પડશે. ત્યાર બાદ ‘હેલ્પ મી રાઈટ’ શોર્ટકટ ફીચર યુઝર્સ માટે પ્રાપ્ત થઈ જશે. આ ફીચરમાં જમણી તરફ સ્વાઇપ કરવાથી નવો Gemini એડિટ ઓપ્શન જોવા મળશે. આ સુવિધાનો લાભ વેબ, એન્ડ્રોઇડ અને iOS ત્રણેમાં પ્રપ્ત થશે.
જ્યારે આ અગાઉ ગૂગલે આ વર્ષે જૂનમાં જેમિની એઆઈની મદદથી જીમેલના સારાંશ તૈયાર કરવાની ક્ષમતા વાળી સુવિધા પ્રાપ્ત કરી હતી. તેમ છતાં ગૂગલ દ્વારા આ ફીચરને માત્ર સબસ્ક્રિપ્શન અને કોર્પોરેટ યુઝર્સ માટે જ જાહેર કર્યું હતું.