BSNL એ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, જેમાં ત્રણ જીબી ડેટા સાથે મળી રહ્યું છે ઘણું બધું…

Amit Darji

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) આજે લોકોની પ્રથમ પસંદ બની ગયેલ છે અને હાલમાં જ ખાનગી કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ આ ફેરફાર જોવા મળ્યો છે. પ્રાઇવેટ કંપનીઓ દ્વારા થોડા દિવસો પહેલા જ તેમના પ્લાનમાં રૂ. 600 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. હવે BSNL દ્વારા એક એવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જે પ્રાઇવેટ કંપનીઓ કરતા ઘણો સસ્તો રહેલા છે અને તેમાં એક વર્ષ માટે દરરોજ 3 GB ડેટા પ્રાપ્ત થશે. તો આવો જાણીએ આ પ્લાનમાં બીજું શું રહેલું છે.

BSNL ના આ પ્લાનની વાત કરીએ તો તેની કિંમત 2,999 રૂપિયા રહેલી છે. આ પ્લાન સાથે બધા નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ પ્રાપ્ત થશે. જેમાં રોમિંગ ફ્રી કોલિંગ નો સમાવેશ થાય છે. તેના સિવાય BSNL ના આ પ્લાનમાં દરરોજ 3 GB હાઈ-સ્પીડ ડેટા પ્રાપ્ત થાય છે.

તેની સાથે દૈનિક ડેટા સમાપ્ત થયા બાદ પ્લાનની સ્પીડ 40 Kbps થઈ જશે. આ પ્લાનમાં દરરોજ 100 SMS મળે છે અને વેલિડિટી 365 દિવસની રહેલી છે. જો યુઝરને વધુ ડેટાની જરૂરીયાત હોય તો આ પ્લાન તેના માટે બેસ્ટ રહેલ છે. તમને જણાવી દઈએ કે, BSNLના પ્લાનની શરૂઆતની કિંમત 11 રૂપિયા છે અને સૌથી મોંઘા પ્લાનની કિંમત 3,000 રૂપિયા રહેલી છે.

તમને જણાવી દઈએ કે. તાજેતરમાં BSNL દ્વારા 666 રૂપિયાનો પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પ્રાપ્ત થશે. તેના સિવાય કુલ 105 દિવસની વેલિડિટી મળે છે. BSNL નો આ પ્લાન દરરોજ 2GB ડેટા સાથે આવે છે એટલે કે તમને કુલ 210 GB ડેટા પ્રાપ્ત થશે. તેની સાથે ડેટા સમાપ્ત થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ 40kbps થઈ જશે. આ સિવાય આ પ્લાનમાં દરરોજના 100 SMS પ્રાપ્ત થશે.

Share This Article
Leave a comment