કોલકાતાની RG Kar Medical College માં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં શનિવારના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત કુલ સાત લોકોનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સંદીપ ઘોષ સિવાય બળાત્કારના આરોપી સંજય રોય અને મેડિકલ કોલેજના અન્ય ચાર ડોક્ટરોનો પણ પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેના સિવાય હોસ્પિટલના સિવિલ વોલેન્ટિયર નો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ભૂમિકા શંકાસ્પદ સામે આવી છે. સંદીપ ઘોષની સીબીઆઈ દ્વારા એક અઠવાડિયાથી વધુ સમયથી સતત પૂછપરછ કરાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પૂછપરછ દરમિયાન સંદીપ ઘોષના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યા છે. તેના સિવાય સુપ્રીમ કોર્ટ દ્વારા તેની સુનાવણી દરમિયાન સંદીપ ઘોષની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ જ કારણોસર, સંદીપ ઘોષ સીબીઆઈ તપાસ ના રડાર પર રહેલા છે. સીબીઆઈ દ્વારા કોર્ટમાં સંદીપ ઘોષ, આરોપી સંજય રોય અને અન્ય ચાર ડોકટરો અને એક સિવિલ વોલેન્ટિયરનો પોલીગ્રાફ ટેસ્ટ કરવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરવામાં આવી હતી. તેને કોર્ટ દ્વારા મંજૂર કરી દેવામાં આવી હતી.
કોર્ટની મંજૂરી બાદ શનિવારના તમામનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સંદીપ ઘોષ સિવાય અન્ય ચાર ડોકટરો જેમના પર પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે તેમના દ્વારા ઘટનાની રાત્રીના મૃતક સાથે ડિનર લેવામાં આવ્યું હતું. જેલમાં જ આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરાઈ રહ્યો છે. બાકીનો પોલીગ્રાફ ટેસ્ટ સીબીઆઈ ઓફિસમાં કરવામાં આવી રહ્યો છે. પોલિગ્રાફ ટેસ્ટ માટે નવી દિલ્હી ની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીથી નિષ્ણાતોની ટીમ કોલકાતા પહોંચેલ છે.
તમને જણાવી દઈએ કે, પોલીગ્રાફ ટેસ્ટને લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કહેવામાં આવે છે. આ ટેસ્ટમાં ઘણા મનોવૈજ્ઞાનિક પરીક્ષણો કરાઈ છે. આ સિવાય પ્રશ્નોના જવાબ આપતી વખતે બ્લડ પ્રેશર, શ્વાસની ગતિ, ત્વચાની સંવેદનશીલતા વગેરેનો પણ અભ્યાસ કરાઈ છે.