રાજ્યમાં આપઘાતની ઘટનાઓ માં સતત વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. Kutch ના અબડાસા તાલુકાના પરજાઉ ગામના ઇન્ચાર્જ સરપંચ દ્વારા ત્રણ દિવસ અગાઉ ઝેરી દવા પીવા માં આવી હતી. એવામાં આજે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પરિવાર દ્વારા દુષપ્રેરણા કરનાર સામે ફરિયાદ ની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવેલ છે.
જાણકારી મુજબ, કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના પરજાવ ગામના સરપંચ નું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સરપંચ બળવંત સિંહ જાડેજા દ્વારા ગામના ત્રાસના લીધે ત્રણ દિવસ અગાઉ ઝેરી દવા પીવા માં આવી હતી. ત્યાર બાદ તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યારે આજે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
આ મામલામાં જાણકારી સામે આવી છે કે, ગામના એક વ્યક્તિ દ્વારા અવારનવાર રૂબરૂ અને ટેલિફોનિક ગામની જમીન બાબતમાં ધાક ધમકી આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. તેની સાથે ખોટી અરજીઓ કરી સરપંચને માનસિક ત્રાસ અપાઈ રહ્યો હતો. આ વ્યક્તિના ત્રાસના લીધે સરપંચ બળવંત સિંહ જાડેજા દ્વારા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. તેની સાથે પરિવાજનો દ્વારા સરપંચ ના મોતના લીધે તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવે ની માંગ કરવામાં આવી છે.