રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ લોકો સાથે છેતરપીંડીની ઘટનાઓમાં પણ વધારો થયો છે. જ્યારે આવી જ એક બાબત પોરબંદરથી સામે આવી છે. ભારત તથા વિદેશમાં ટુર કરાવવાની સ્કીલ આપી લોકોને ફસાવનારી ટોળકી Porbandar પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. આ તમામને પોલીસ દ્વારા હાલ જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. તેની સાથે આ મામલામાં પોલીસ દ્વારા ૧૭ લોકોને પોરબંદર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ મામલામાં છેતરપિંડી કરનાર મેનેજર સહીત સંડોવાયેલા તમામ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
તેની સાથે આ બાબતમાં એક મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે, તેમને એક મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમે લક્કી નંબર પ્રાપ્ત કર્યો છે અને તમારે તેના માટે હાર્મની હોટલ પોરબંદર ખાતે ઈવેન્ટ માટે આવવું પડશે. ત્યાર બાદ મહિલા અને તેમના પતિ જ્યારે આ હોટલમાં રાખવામાં આવેલ ઇવેન્ટમાં પહોંચતા તો ત્યાં તમને કંપનીના મેનેજર યશવંત સંભાજી પનાળકર, રાજકુમાર ગુલાબચંદ તિવારી, સનાયા ગણેશ ગોવલકર અને તેઓની ટીમના કંપની સ્ટાફના માણસો મળ્યા હતા. આ લોકો દ્વારા ત્યાં હાજર હોય તેને તેમના માણસોને ફોર્મ ભરાવી તેઓની ટુર એન્ડ ટ્રાવેલ્સની સ્કીમ સમજાવી રહ્યા હતા અને તેઓની પાસેથી ટુર ટ્રાવેલ્સની અલગ-અલગ રકમ પ્રાપ્ત કરવામાં આવી હતી. જ્યારે આ લોકો દ્વારા અનેક લોકોને છેતરવામાં આવ્યા છે.
તેની સાથે આ લોકો દ્વારા અગાઉ આપવામાં આવેલ રીસીપ્ટ અનુસાર જી. એસ. ટી.નંબર પરથી છેતરપિંડી કરવામાં આવી થી. તેના લીધે ત્રણેક વર્ષ અગાઉ અમારી સાથે ટુર ટ્રાવેલ્સના નામે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. જ્યારે ફરીયાદી રમાબેન સાથે 15 હજારનો ફ્રોડ તથા બીજા ઘણા લોકો સાથે આવી છેતરપિંડી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.