Google ની નવી એપથી યુઝર્સને થશે મોટો ફાયદો, એક જ પ્લેટફોર્મ પરથી મળશે અનેક સુવિધાઓ

Amit Darji

વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ તેના વપરાશકર્તાઓ માટે સતત નવી-નવી સુવિધાઓ લાવતું રહે છે. એવામાં Google દ્વારા શાનદાર એપ્લિકેશન Essentials રજૂ કરવામાં આવ્યું છે. આ એપને ગૂગલની ઘણી બધી સેવાઓ એક જ જગ્યાએથી પ્રાપ્ત થઈ જાય તે રીતે ડીઝાઈન કરવામાં આવી છે. આ એપ દ્વારા Google Photos, Google Message, Nearby, Google Drive One અને બીજી ઘણી સેવાઓનો લાભ પ્રાપ્ત થઈ શકે છે.

રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, ગૂગલ એસેન્શિયલ્સ એપ ખાસ કરીને વિન્ડોઝ અને લેપટોપ યુઝર્સ માટે તૈયાર કરાયું છે. આ એપમાં ગૂગલની ઘણી સેવાઓને એકસાથે લવાશે. એવામાં યુઝર્સને કામ કરતા દરમિયાન ગુગલની અલગ-અલગ સર્વિસની વચ્ચે અવારનવાર સ્વિચ કરવાનું જરૂર પડશે નહીં. આવી રીતે આ એપ્લિકેશન વપરાશકર્તાઓને Google ની તમામ સેવાઓ સરળતાથી મળી જશે.

રિપોર્ટ્સમાં તેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, Google Essentials એપથી મોટો ફાયદો થવાનો છે. ગૂગલે આ એપ દ્વારા ગૂગલ પ્લે સ્ટોરનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, આ એપ્લિકેશનના લીધે વપરાશકર્તાઓ સરળતાથી અન્ય એપ્સને પણ સીધા ડાઉનલોડ કરી શકશો. રિપોર્ટ્સ મુજબ Google Essentials એપ પહેલા કેટલાક ડીવાઈઝમાં આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં યુઝર્સને ગૂગલની તમામ સેવાઓનો લાભ એક જ જગ્યાએ સરળતાથી પ્રાપ્ત થઈ જશે. તેની સાથે એવું પણ કહેવાઈ રહ્યું છે કે, Google સેવા કેટલાક ડીવાઈઝમાં ડિફોલ્ટ રીતે આવી જશે.

તેની સાથે તમને જણાવી દઈએ કે, Google Essentials એપને હજુ સુધી સત્તાવાર રીતે લોન્ચ કરાઈ નથી. રિપોર્ટ્સ મુજબ, ગૂગલની આ અદ્ભુત એપને વર્ષના અંત સુધીમાં રોલઆઉટ કરવામાં આવી શકે છે. કંપનીનું માનવું છે કે, આ એપ દ્વારા યુઝર્સને શાનદાર અનુભવ પ્રાપ્ત થશે. તેમ છતાં યુઝર્સને Google Essentials એપ્લિકેશન માટે થોડા સમય માટે રાહ જોવી પડશે.

 

Share This Article
Leave a comment