Women’s T20 World Cup માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર ચૌથી વખત આ ટુર્નામેન્ટમાં કરશે કેપ્ટનશીપ

Amit Darji
India's captain Harmanpreet Kaur walks back to the pavilion after her dismissal during the Twenty20 women's World Cup cricket final match between Australia and India in Melbourne on March 8, 2020. (Photo by William WEST / AFP) / -- IMAGE RESTRICTED TO EDITORIAL USE - STRICTLY NO COMMERCIAL USE --

BCCI દ્વારા આગામી Women’s T20 World Cup માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની આગેવાની હરમનપ્રીત કૌર ટીમને સોંપવામાં આવી છે. જ્યારે સ્મૃતિ મંધાના ટીમની વાઈસ કેપ્ટન બનાવવામાં આવી છે. મહિલા પસંદગી સમિતિ દ્વારા 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી હતી.

મહિલા ટી-20 વર્લ્ડ કપ આ વર્ષે સંયુક્ત આરબ અમીરાતમાં યોજવાનો છે. ટૂર્નામેન્ટનું આ નવમું સત્ર 3 થી 20 ઓક્ટોબર દરમિયાન દુબઈ અને શારજાહમાં રમાશે. ભારતને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે ગ્રુપ A માં રાખવામાં આવ્યું છે. ભારતીય ટીમ 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરના રોજ શાનદાર મેચ રમાશે. આ બંને મેચ દુબઈમાં રમાશે.

આ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ રહેલું છે. પસંદગીકારો દ્વારા ફરી એક વખત શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની ઓપનિંગ જોડી પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્યારે મિડલ ઓર્ડરની જવાબદારી કેપ્ટન હરમનપ્રીત, જેમિમા, દીપ્તિ અને રિચા પર રહેવાની છે. મેચ ફિનિશ કરવાની જવાબદારી પૂજા અને શ્રેયંકા પર રહેવાની છે. શ્રેયંકાને ટીમમાં સામેલ કરવામાં આવી છે, પરંતુ ટૂર્નામેન્ટ પહેલા તેની ફિટનેસને ચકાસવામાં આવશે. ટૂર્નામેન્ટમાં હજુ ઘણો સમય બાકી રહેલો છે તેના લીધે શ્રેયંકાની ફિટ રહેવાની આશા રહેલી છે. આ શાનદાર સ્પિન ઓલરાઉન્ડર જ્યારે તેનો દિવસ હોય ત્યારે કોઈપણ મેચને ફેરવવાની ક્ષમતા રાખે છે. હરમનપ્રીત કૌર આ ટૂર્નામેન્ટમાં ચોથી વખત કેપ્ટન્સી કરતી જોવા મળશે. તેના દ્વારા 2018, 2020 અને 2023 મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળવામાં આવી છે.

સ્પિનની જવાબદારી અનુભવી દીપ્તિ શર્મા, રાધા અને આશા પર રહેવાની છે. યુએઈમાં સ્પિનરોનું વર્ચસ્વ હોઈ શકે છે. ભારતીય મહિલા ટીમે છેલ્લે મે મહિનામાં સાઉથ આફ્રિકા સામે T-20 સીરીઝ રમી હતી. તે ટીમમાંથી ત્રણ ખેલાડીઓ આ ટીમમાં નથી. જેમાં ઉમા છેત્રી, શબનમ શકીલ અને અમનજોત કૌરનો સમાવેશ થાય છે. ઉમા ટ્રાવેલિંગ રિઝર્વમાં રહેલ છે, જ્યારે શબનમ અને અમનજોતનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે ભારતની A ટીમે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા-A સામે ટૂર્નામેન્ટ રમી હતી. જેમાં કેપ્ટનશીપ કરનાર મિન્નુ મણિ, સાયકા ઈશાક અને મેઘના સિંહ જેવા ખેલાડીઓને પણ તક આપી નથી.

મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ : હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન. (ફિટનેસ ક્લિયરન્સને આધીન)

ટ્રાવેલિંગ રિઝર્વ : ઉમા છેત્રી (વિકેટકીપર), તનુજા કંવર, સાયમા ઠાકુર.

નોન-ટ્રાવેલિંગ રિઝર્વ : રાઘવી બિષ્ટ, પ્રિયા મિશ્રા.

Share This Article
Leave a comment