બિગ બોસ 16 ના વિજેતા અને પ્રખ્યાત રેપર MC Stan પોતાના અંગત જીવનના લીધે ચર્ચામાં આવી ગયા છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જે ચાહકોની વચ્ચે ચર્ચાનો વિષય બની હતી. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી સ્ટોરીમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તે હવે તેની ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં નથી.
એમસી સ્ટેન દ્વારા તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવવામાં આવ્યું છે કે, “હું સિંગલ છું”. તેની આ પોસ્ટ પરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, હવે રેપરનો તેની ગર્લફ્રેન્ડ સાથેનો સંબંધ તૂટી ગયો છે. થોડા સમય પહેલા પણ એમસી સ્ટેને એક પોસ્ટ કરી હતી, જેમાં બ્રેકઅપ વિશે વાતો લખવામાં આવી હતી. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, “બ્રેકઅપ…સૌથી મજબૂત ભાવનાઓ પણ ત્યારે સમાપ્ત થઈ જાય છે જ્યારે કોઈને નજરઅંદાજ કરવામાં આવે છે અથવા પછી તેમને હળવાશથી લેવામાં આવે.” તેમ છતાં, ત્યાર બાદ તેમને આ સોશિયલ મીડિયા પરથી પોસ્ટ દૂર કરી નાખી હતી.
MC Stan અનમ શેખ નામની યુવતીને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતો. બિગ બોસ 16 ના શો દરમિયાન પણ તેમના દ્વારા ઘણી વખત તેની ગર્લફ્રેન્ડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શો દરમિયાન તેને ઘરની અંદર તેની ગર્લફ્રેન્ડની ટી-શર્ટ પણે આપી હતી.
બિગ બોસ 16 માં એમસી સ્ટેન ઘણી વખત પોતાની પ્રેમ કહાનીને વર્ણવતા જોવા મળતા હતા. એક વખત તેમને જણવ્યું હતું કે, કોઈ પ્રકાર તે પોતાની પ્રેમિકાના માતા-પિતાને મનાવવા માટે 40 લોકોની સાથે તેમના ઘરમાં ઘુસી ગયા હતા. રેપરે ખુલાસો કર્યો હતો કે, ત્યાર બાદ બધું ખરાબ થઈ ગયું હતું, પરંતુ પછી બધું સારું થઈ ગયું હતું.
એમસી રેપની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય રહેલા છે. યુવા પેઢી તેમના ગીતોને ખૂબ પસંદ કરી રહ્યા છે. બિગ બોસ શોમાં આવ્યા બાદ તેમની લોકપ્રિયતામાં વધુ વધારો થયો હતો. તેમણે શોમાં પોતાના અલગ અંદાજથી લોકોના દિલ જીતી લીધા હતા.