પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પાર્ટી દ્વારા બુધવારના એટલે ૨૮ ઓગસ્ટના રોજ 17 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ઇદગાહ વિધાનસભા ક્ષેત્રમાંથી મોહમ્મદ ખુર્શીદ આલમ, ગાંદરબલથી બશીર અહેમદ મીર ને નૌશેરાથી હક નવાઝને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં દસ વર્ષ બાદ યોજાશે વિધાનસભાની ચૂંટણી
જમ્મુ-કાશ્મીરમાં દસ વર્ષ બાદ યોજવામાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કામાં, દક્ષિણ કાશ્મીરના પુલવામા, શોપિયાં, અનંતનાગ અને કુલગામ તથા ચિનાબ વેલીના કિશ્તવાડ, ડોડા અને રામબન જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર 280 નામાંકન દાખલ કરવામાં આવ્યા હતા.
પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી
તેની સાથે આ ક્રમમાં પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી, આતંકવાદીઓ દ્વારા ગોળીનો શિકાર બનનાર કિશ્તવાડના અનિલ પરિહારના પરિવારના શગુન પરિહાર, ભૂતપૂર્વ પ્રધાન સુનીલ શર્મા અને શક્તિરાજ પરિહાર, કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ વિકાર રસૂલ વાની અને જીએ મીર, નેકાંના પૂર્વ સાંસદ હસનૈન મસૂદી, સીપીઆઈ એમ નેતા એમ વાય તારીગામી, ભૂતપૂર્વ ધારાસભ્ય જીએમ સરોરીએ ઉમેદવારી દાખલ કરી હતી.