Gujarat માં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તે કારણોસર જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ભારે વરસાદના લીધે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓ માં તંત્ર દ્વારા શાળાઓ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવ્યા છે.
તેની સાથે રાજ્યમાં ભારે વરસાદના લીધે વિવિધ વિસ્તારોમાં ભરાયેલ પાણીના લીધે વાહનવ્યવહાર ઠપ થઈ ગયેલ છે ત્યારે વિદ્યાર્થીઓને વધુ મુશ્કેલી ના પડે તે કારણોસર વિવિધ જિલ્લાઓ ના કલેક્ટરો દ્વારા રજાનો પરિપત્ર જાહેર કરાયો હતો.
જાણકારી મુજબ, દ્વારકા, પોરબંદર, વડોદરા, ખેડા, કચ્છ, મહિસાગર, પોરબંદર, પાટણ, વડોદરા, બોટાદ જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ ગ્રાન્ટ ઈન એઈડ અને ખાનગી શાળાઓની સાથે કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ભારે વરસાદના લીધે વરસાદી પાણી ભરાઇ હોવાના લીધે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ભારે વરસાદના લીધે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સલામતીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ ના લીધે જિલ્લાના અનેક ગામ અને શહેર પ્રભાવિત પણ થયા હતા. જેમાં મોટા ભાગના જિલ્લાઓના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના લીધે સ્થિતિ કથળી બની ગઈ છે.
તેની સાથે ગઈ કાલના પડેલા ભારે વરસાદના લીધે એટલે કે તારીખ 29 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. એવામાં હજુ પણ વરસાદ વરસવા ના લીધે આવતીકાલના રોજ રાજ્યના મોટાભાગના જીલ્લાઓમાં રજા જાહેર કરવામાં આવેલ છે.