કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી Nitin Gadkari એ માર્ગ અકસ્માતને લઈને આપ્યું મોટું નિવેદન

Amit Darji

દેશમાં સતત માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી Nitin Gadkari દ્વારા હિટ એન્ડ રનના વધતા જતા કિસ્સાઓને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવા બાળકોને વાહન ચલાવવાની મંજૂરી આપનારા માતા-પિતાને ખુલ્લા પાડવા ની જરૂરીયાત છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ટ્રાફિક નિયમો તોડવા માટે દંડ માં ભારે વધારો થયો હોવા છતાં લોકો દ્વારા નિયમો તોડવામાં આવી રહ્યા છે. લોકો દ્વારા નિયમોની અવગણના કરવામાં આવે છે અને નિયમો તોડવાનો ભય પણ તેમના નથી.

તમને જણાવી દઈએ કે, FICCI રોડ સેફ્ટી એવોર્ડ્સ એન્ડ કોન્ક્લેવ 2024 ની છઠ્ઠી સિઝનમાં બોલતા દરમિયાન નિતીન ગડકરી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, તેમના દ્વારા એન્જિનિયરોને નેશનલ હાઈવેની મધ્યમાં ડિવાઈડરની નવી ડિઝાઈન તૈયાર કરવાના જણાવવામાં આવ્યું છે તેને કોઈ ઓળંગી શકશે નહીં. કેન્દ્રીય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે, આવા લોકોને રોકવાનો આ એકમાત્ર જ રસ્તો રહેલો છે. ડિવાઈડર પાર કરનાર લોકો પર કટાક્ષ કરતા નીતિન ગડકરીએ જણાવ્યું કે, દેશના કેટલાક લોકો પોતાને ખાસ માને છે અને રોડ ક્રોસ કરવા માટે કોઈપણ હદ સુધી તે જઈ શકતા હોય છે.

તેની સાથે નીતિન ગડકરી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, તેમના મંત્રાલય દ્વારા શહેરી વિસ્તારોમાંથી પસાર થતા હાઇવે પર રેમ્પની જોગવાઈ સાથે વધુ ફૂટઓવર બ્રિજ બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે તેના લીધે ટુ-વ્હીલર્સ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી શકે. જ્યારે દર વર્ષે માર્ગ અકસ્માતમાં અનેક લોકોના જીવ જતા હોય છે. આંકડા અનુસાર, દર વર્ષે માર્ગ અકસ્માતમાં લગભગ 1.5 લાખ લોકો મૃત્યુ નીપજે છે. આ બાબતમાં વાત કરતાં નીતિન ગડકરી દ્વારા જણાવવામાં આવ્યું કે, ભારતમાં પાકિસ્તાન અને ચીન સાથેના યુદ્ધ કે સાંપ્રદાયિક રમખાણો અને અન્ય અકસ્માતો કરતાં વધુ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે.

Share This Article
Leave a comment