હવામાન વિભાગે રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાને લઈને કરી વરસાદની મોટી આગાહી

Amit Darji

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બનેલો છે. તેના લીધે અનેક જિલ્લાઓ માં વરસાદી પાણી ભરાયા છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય 30-31 ઓગસ્ટ દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે એવામાં આજે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલ છે. તેની સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા એક સપ્ટેમ્બરના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેના સિવાયના 31 જિલ્લામાં વરસાદને લઈને વોર્નિંગ આપવામાં આવ્યું છે. જ્યારે 2 સપ્ટેમ્બરના રોજ મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ભારે વરસાદના લીધે ભાવનગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ સપ્ટેમ્બરથી પાંચ તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ત્રણ સપ્ટેમ્બરના રોજ ભરૂચ અને નર્મદા જિલ્લાના ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, સુરત, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

તેની સાથે ચાર સપ્ટેમ્બરના રોજ ભરૂચ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત દાહોદ, પંચમહાલ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવેલ છે. જ્યારે 5 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદના લીધે પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેના સિવાય 30 જિલ્લામાં નો વોર્નિંગ આપવામાં આવી છે. તેની સાથે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 10 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેવાનો છે. જ્યારે 15 સપ્ટેમ્બર અને 23 સપ્ટેમ્બર બાદ વરસાદ રહેવાની શક્યતા છે.

Share This Article
Leave a comment