Haryana માં વિધાનસભાની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર, આ તારીખ ના યોજાશે મતદાન

Amit Darji

ભારતના ચૂંટણી પંચ દ્વારા Haryana ની ચૂંટણીની તારીખો ને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા હરિયાણા માટે મતદાનનો દિવસ 1 ઓક્ટોબર ની જગ્યાએ સુધારો કરતા 5 ઓક્ટોબર 2024 કરી દેવામાં આવ્યો છે. આવી રીતે  જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી નો દિવસ 4 ઓક્ટોબરથી બદલીને 8 ઓક્ટોબર કરી દેવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં મતદાનની તારીખો માં કોઈ ફેરફાર કરાયો નથી.

ભાજપ સહિત અનેક રાજકીય પક્ષો દ્વારા પંચને Haryana માં ચૂંટણીની તારીખો ફેરફાર કરવાની વિનંતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ચુંટણી પંચ દ્વારા તારીખો માં ફેરફાર કરવામાં આવ્યો છે.

ચૂંટણી પંચ દ્વારા આ વિશે માં જાણકારી આપતા જણાવવામાં આવ્યું છે કે, બિશ્નોઈ સમુદાયના મતદાન અધિકારો અને પરંપરાઓ બંનેનું સન્માન કરવા માટે આ નિર્ણય લેવામાં આવેલ છે. પંચ દ્વારા કહેવામાં આવ્યું છે કે, બિશ્નોઈ સમુદાય દ્વારા ગુરુ જંભેશ્વર ની યાદમાં આસોજ અમાવસ્યા ઉત્સવમાં ભાગ લેવાની વર્ષો જૂની પરંપરા ને જાળવી રાખવામાં આવી છે.

રાજ્ય ભાજપના અધ્યક્ષ મોહન લાલ બડોલી દ્વારા ભારતના ચૂંટણી પંચ અને હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને મતદાનની તારીખ લંબાવવા ની માંગ કરવામાં આવી હતી. કમિશનને લખવામાં આવેલ પત્ર માં ભાજપ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, 28 અને 29 સપ્ટેમ્બર ના શનિવાર અને રવિવાર રહેલ છે. મતદાનના લીધે 1 ઓક્ટોબર ના રજા રહેલી છે. 2જી ઓક્ટોબર ના ગાંધી જયંતિ અને 3જી ના અગ્રસેન જયંતિ રહેલી છે. 30 મી રજા લીધા પછી છ દિવસનો વીકએન્ડ રહેલો છે. આવી સ્થિતિમાં, લોકો રજાઓ માટે રાજ્યની બહાર જઈ શકે છે તેના લીધે મતદાનની ટકાવારી ને અસર થઈ શકે છે.

ભાજપ દ્વારા પોતાના પત્રમાં એવી દલીલ પણ કરવામાં આવી હતી કે, 2 ઓક્ટોબરના રોજ આસોજ ની અમાસના લીધે બિકાનેરના મુકામ ગામમાં બિશ્નોઈ સમુદાયની ધાર્મિક વિધિ રહેલી હોય છે. તેના માટે બિશ્નોઈ સમુદાયના ઘણા લોકો દ્વારા 1 લી ઓક્ટોબરના જ ત્યાં પહોંચી જતા હોય છે. તેના લીધે મતદાનની ટકાવારી ને પણ અસર થઈ શકે છે. ભાજપ દ્વારા પંચને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આગામી તારીખ રાખતી વખતે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મતદાનની તારીખના એક દિવસ પહેલા અને મતદાનના બીજા દિવસે રજા ન હોવી જોઈએ. જો તેમ થશે તો વધુને વધુ લોકો મતદાન માં ભાગ લઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા ગત અઠવાડિયે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી. આ અગાઉના કાર્યક્રમ મુજબ, 5 સપ્ટેમ્બરના ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. 1 ઓક્ટોબરના મતદાન થવાનું હતું અને 4 ઓક્ટોબર ના પરિણામ જાહેર થવાનું હતું, પરંતુ હવે તેમાં ફેરફાર કર્યો છે.

Share This Article
Leave a comment