Jio-Airtel-Vi ના એક મહિનાની વેલીડીટી ના ત્રણ પ્લાન, તેમાં મળી રહ્યા છે આ ફાયદાઓ..

Amit Darji

મોબાઈલ રિચાર્જિંગ કરાવું હવે ઘણું મોંઘું થઈ ગયું છે. એવું લાગી રહ્યું છે કે, 2016 પહેલા નો યુગ ફરી પરત આવી ગયો છે. જે લોકો પાસે બે સિમ કાર્ડ છે તેઓને એક અલગ સમસ્યા રહેલી છે. થોડા દિવસો પહેલા જ Jio, Airtel અને Vodafone Idea દ્વારા પોતાના તમામ પ્લાન મોંઘા કરી દેવામાં આવ્યા છે. એવામાં લોકો નું બજેટ ખોરવાઈ ગયું છે.

કંપની ઓ દ્વારા આ પગલાં બાદ તેમના પ્લાન લગભગ 600 રૂપિયા સુધી મોંઘા થઈ ગયા છે. ત્યાર બાદ મોબાઈલ યુઝર્સની મુશ્કેલીમાં વધારો થયો છે. સામાન્ય રીતે, આ કંપનીઓની પાસે મોટાભાગના પ્લાન 28 દિવસના છે પરંતુ કેટલાક પ્લાન એક મહિનાની માન્યતા સાથે પણ હોય છે, જેના વિશે મોટાભાગના લોકો  પાસે જાણકારી રહેલી નથી. આ રિપોર્ટમાં અમે તમને Jio, Airtel અને Vi ના માસિક પ્લાન વિશેમાં જણાવીશું.

Jio નો એક મહિનાનો પ્લાન

Jio પાસે 319 રૂપિયાનો પ્લાન છે જેમાં વેલિડિટી એક મહિનાની વેલીડીટી મળે છે એટલે કે જો તમે 1 તારીખના રિચાર્જ કરાવો છો તો તમારે આવતા મહિનાની 1 તારીખના રિચાર્જ કરાવવું પડશે. તેમાં તમને 31 દિવસની વેલિડિટી પ્રાપ્ત થાય છે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા પ્રાપ્ત થાય છે. આ સિવાય દરેક નેટવર્ક પર દરરોજ 100 SMS અને અનલિમિટેડ કોલિંગ મળે છે.

એરટેલ નો એક મહિનાનો પ્લાન

એરટેલનો 379 રૂપિયાનો પ્લાન રહેલો છે જેમાં દરરોજ 2GB ડેટા પ્રાપ્ત થાય છે. આ પ્લાનની સાથે અનલીમીટેડ 5 જી અને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પ્રાપ્ત થાય છે. આ પ્લાન સાથે 31 દિવસની વેલિડિટી ઉપલબ્ધ થઈ રહી છે.

વોડાફોન આઈડિયા નો એક મહિનાનો પ્લાન

Vi નો મહિનાનો પ્લાન રૂ. 218 રહેલો છે. તેમાં અનલિમિટેડ કોલિંગ સિવાય કુલ 3GB ડેટા અને 300 SMS પ્રાપ્ત થાય છે.

Share This Article
Leave a comment