અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘Khel Khel Mein’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ રહી છે. અક્ષય કુમારની સાથે વાણી કપૂર, તાપસી પન્નુ, એમી વિર્ક, પ્રજ્ઞા જયસ્વાલ, ફરદીન ખાન અને આદિત્ય સીલ જેવા સ્ટાર્સથી સજેલી આ ફિલ્મમાં ચાહકોને સિનેમાઘરોમાં લાવવામાં અસફળ રહી છે. જ્યારે તેનું પરિણામ સ્પષ્ટપણે બોક્સ ઓફિસ ના કલેક્શન પર જોવા મળી રહ્યું છે. મુદસ્સર અઝીઝ દ્વારા નિર્દેશિત આ 100 કરોડ રૂપિયાની ફિલ્મ રિલીઝ થયા ને 17 દિવસ પૂર્ણ થઈ ગયા છે. તેમ છતાં વિકેન્ડ ની કમાણી ના આંકડા નિરાશ કરનારા છે.
ફિલ્મ ‘Khel Khel Mein’ એ પ્રથમ અઠવાડિયામાં 19.35 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી હતી. જ્યારે તેનું કલેક્શન બીજા સપ્તાહમાં ઘટીને 6.75 કરોડ રૂપિયા પહોંચી ગયું હતું. અક્ષય કુમારની ફિલ્મે 16 મા દિવસે એટલે કે શનિવારના ભારતીય બોક્સ ઓફિસ પર માત્ર 65 લાખ રૂપિયાનો બિઝનેસ કરવામાં આવ્યો હતો. તેના લીધે 16 દિવસમાં તેનું કુલ કલેક્શન માત્ર 26.75 કરોડ રૂપિયા પહોંચ્યું હતું.
જો આપણે 17 માં દિવસે એટલે કે રવિવારની ‘ખેલ ખેલ મેં’ ની કમાણી પર નજર કરીએ તો શરૂઆતના આંકડા મુજબ, તેને માત્ર 94 લાખ રૂપિયા જ કલેક્શન કર્યું છે. હવે તેનું કુલ ટર્નઓવર 27.69 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. કમાણીના આંકડા નિર્માતાઓની ચિંતામાં વધારો કરનાર છે. તેની સાથે અક્ષય કુમારના સ્ટારડમ પર અસર તેની અસર થઈ શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી બોક્સ ઓફિસ પર નિરાશાનો સામનો કરનાર અક્ષય કુમારની કુમારની આશાએ ‘ખેલ ખેલ મેં’ પર રહેલી હતી. તેમ છતાં આ તેમની સૌથી ખરાબ પ્રદર્શન કરનારી ફિલ્મોમાંની એક બની ગઈ છે. થિયેટરોમાં ઘણા અઠવાડિયા બાકી હોવા છતાં તે ‘મિશન રાનીગંજ’, ‘રક્ષાબંધન’, ‘સરફીરા’ અને ‘બેલબોટમ’ જેવી અન્ય કમજોર પ્રદર્શન કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
ઇટાલિયન ફિલ્મ ‘પરફેક્ટ સ્ટ્રેન્જર્સ’ની સત્તાવાર હિન્દી રિમેક ‘ખેલ ખેલ મેં’ ને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. બોક્સ ઓફિસ પર તેની ટક્કર શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી 2’ થઈ છે. તેના લીધે તેને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મુદસ્સર અઝીઝ ની આ ફિલ્મ એકલી રિલીઝ થઈ હોત તો કદાચ તે વધુ સારું પ્રદર્શન કરી શકી હોત.