બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝમાં Rohit Sharma પોતાના નામે કરી શકે છે આ મોટો રેકોર્ડ

Amit Darji

શ્રીલંકાનો પ્રવાસ સમાપ્ત થયા બાદ ભારતીય ખેલાડીઓને લગભગ 43 દિવસનો બ્રેક પ્રાપ્ત થયો છે. એવા વિરામ બાદ ભારતીય ક્રિકેટ ટીમ 19 સપ્ટેમ્બરના ઘરઆંગણે બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચ અને ત્રણ ટી-20 મેચ રમવાની છે. બાંગ્લાદેશ સામે ઘરેલું ટેસ્ટ સીરીઝ માટે જલ્દી જ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરાશે.

તેની સાથે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝ પર ભારતીય કેપ્ટન Rohit Sharma પર બધાની નજર રહેવાની છે. કેમ કે, આ ટેસ્ટ સીરીઝમાં રોહિત શર્મા પોતાના નામે એક મોટો રેકોર્ડ નોંધાવી શકે છે. રોહિત શર્મા આ ટેસ્ટ સીરીઝમાં સાત સિક્સર ફટકારશે તો તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેનોમાં ટોપ પર આવી જશે.

ત્યાર બાદ રોહિત શર્મા પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગને તે પાછળ છોડી દેશે, જેમણે ભારત માટે ૧૦૩ ટેસ્ટ મેચ રમી ૯૦ સિક્સર ફટકારી હતી. રોહિત શર્માએ અત્યાર સુધી ૫૯ ટેસ્ટ મેચ રમવામાં આવી છે, જેમાં તેમણે ૮૪ સિક્સર ફટકારી છે. મહેન્દ્ર સિંહ ધોની ૭૮ સિક્સરની સાથે આ યાદીમાં ત્રીજા નંબર પર રહેલા છે. જ્યારે સચિન તેંડુલકર ચોથા અને રવીન્દ્ર જાડેજા પાંચમા સ્થાન પર રહેલા છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય ખેલાડી

વીરેન્દ્ર સેહવાગ – 178 ઇનિંગ્સમાં 90 સિક્સર
રોહિત શર્મા- 101 ઇનિંગ્સમાં 84 સિક્સર
મહેન્દ્ર સિંહ ધોની- 144 ઇનિંગ્સમાં 78 સિક્સર
સચિન તેંડુલકર- 329 ઇનિંગ્સમાં 69 સિક્સર
રવિન્દ્ર જાડેજા- 105 ઇનિંગ્સમાં 64 સિક્સર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન પણ રોહિત શર્મા જ છે. રોહિત શર્મા દ્વારા ત્રણેય ફોર્મેટ સહિત કુલ 483 મેચ રમવામાં આવી છે જેમાં તેમણે કુલ 620 સિક્સર ફટકારી છે. રોહિત શર્મા દ્વારા 20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સ ફટકારવામાં આવી છે. રોહિત શર્મા દ્વારા 159 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 205 સિક્સર ફટકારવામાં આવી છે. રોહિત શર્મા વનડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની બાબતમાં બીજા સ્થાન પર રહેલ છે. રોહિત શર્માના નામે 265 વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં 331 સિક્સર રહેલી છે.

તેની સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડ કેપ્ટન બેન સ્ટોક્સના નામે રહેલો છે. બેન સ્ટોક્સે ૧૯૦ ટેસ્ટ ઇનિંગમાં અત્યાર સુધી ૧૩૧ સિક્સર ફટકારી છે. ત્યાર બાદ ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ છે જેમણે ૧૭૬ ઇનિંગમાં ૧૦૭ સિક્સર ફટકારી છે. જ્યારે તેના પછી ઓસ્ટ્રેલીયન સ્ટાર ખેલાડી એડમ ગિલક્રીસ્ટ છે જેમણે ૧૩૭ ઇનિંગમાં 100 સિક્સર ફટકારી છે.

 

Share This Article
Leave a comment