ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન Sunil Gavaskar દ્વારા વર્ષનાં અંતમાં ઓસ્ટ્રેલિયા સામે યોજાવનાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વિજેતા ટીમને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી છે. તેમના દ્વારા ભારતીય ટીમને જીતની દાવેદાર ગણાવવામાં આવી છે. તેમનું કહેવું છે કે, ભારત ઓસ્ટ્રેલિયાની ધરતી પર આ સીરીઝ 3-1 થી જીતવાની છે. બંને ટીમો વચ્ચે ઘણી જૂની હરીફાઈ રહેલી છે. ભારતની નજર ઓસ્ટ્રેલિયાની ધરતી પર સતત ત્રીજી ટેસ્ટ સીરીઝ પર રહેવાની છે.
ભારત 32 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમવાનું છે. બંને દેશો વચ્ચેની આ સીરીઝ 22 નવેમ્બરથી પર્થમાં રમાવનાર પ્રથમ ટેસ્ટ મેચથી શરૂ થવાની છે. સુનિલ ગાવસ્કર દ્વારા એક કોલમમાં લખવામાં આવ્યું છે કે, બંને ટીમો પાસે જે પ્રકારના પ્રતિભાશાળી ખેલાડીઓ છે તેને જોતાં આ એક રોમાંચક સીરીઝ જોવા મળવાની છે અને આ સીરીઝ સાબિત કરશે કે, કેમ કે ટેસ્ટ ક્રિકેટ જ આ રમતનું અંતિમ ફોર્મેટ રહેલું છે. મારું અનુમાન છે કે, ભારત આ સીરીઝ 3-1 થી જીતશે.
સુનિલ ગાવસ્કરે ડેવિડ વોર્નરની નિવૃત્તિ બાદ ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેની સાથે તેમણે સિરીઝ પહેલા તૈયારી માટે પ્રેક્ટિસ મેચ ન કરાવવા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ડેવિડ વોર્નરની નિવૃત્તિ બાદ ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડીને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે અને મિડલ ઓર્ડર પણ થોડો નબળો રહેલો છે. ભારત સેના દેશો સામે વિદેશમાં ધીમી શરૂઆત કરે છે અને પ્રથમ ટેસ્ટ નિર્ણાયક રહેવાની છે. તેમ છતાં, આજકલ કાર્યક્રમ જે રીતે તૈયાર કરવામાં આવે છે તેનાથી મહેમાન ટીમને થોડી મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે.
ભારત 2020-21 ની સીરીઝ દરમિયાન એડિલેડમાં 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી પરંતુ ટીમે ત્યાંથી પરત ફરતા ગાબામાં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી હતી. જ્યારે બંને ટીમો આમને-સામને થશે ત્યારે ફરી એકવાર જૂની યાદો તાજી થઈ જશે. ઓસ્ટ્રેલિયા 2014 થી ભારત સામે ટેસ્ટ સીરીઝ જીતી શક્યું નથી. 2018 માં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેની સાથે ઓસ્ટ્રેલિયા ટીમને તેની જ ધરતી પર ટેસ્ટ સીરીઝમાં હરાવનાર ભારત પ્રથમ એશિયન દેશ બન્યો છે.