Bangladesh માં હિંસા બાદ હવે પૂરના લીધે સામાન્ય લોકોની હાલત દયનીય બની ગયેલ છે. પૂર ના લીધે અત્યાર સુધીમાં 59 લોકોના મૃત્યુ નીપજ્યા છે જ્યારે 11 જિલ્લાના 53 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ પૂર ના લીધે ઘણા લોકો બેઘર બની ગયા છે જ્યારે ઓછી આવક ધરાવનાર પરિવારો, ખાસ કરીને ખેડૂતો જ માત્ર બેઘર થયા નથી પરંતુ પાક ના વિનાશ ને લીધે તેમની આજીવિકા પણ તેમને ગુમાવી દીધેલ છે.
તેની સાથે પૂરની સ્થિતિ લઈને 65 વર્ષીય નુરુલ બેગમ દ્વારા પર પત્રકારો સાથે વાતચીત કરવામાં આવી હતી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું એ, પૂરના પાણીના લીધે મારું માટીનું ઘર ધોવાઈ ગયેલ છે. આ દુનિયામાં મારી પાસે આ એકમાત્ર વસ્તુ જ હતી. હવે મારી પાસે રહેવાની જગ્યા પણ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, મારે મારા પાડોશીના ઘરમાં આશરો લેવો પડી રહ્યો છે. જ્યારે ઓટો રિક્ષા ચાલક સુજન મિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “22 ઓગસ્ટના રોજ મનુ નદી ના પાળો તૂટી ગયા બાદ મારું ઘર પાણીમાં ડૂબી ગયું હતું. તેમ છતાં પૂરનું પાણી ઓસરી ગયું છે. હું મારા ઘરે પરત જઈ શકતો નથી કારણ કે, તે સંપૂર્ણપણે નષ્ઠ થઈ ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તે પોતાના એક સંબંધીના ઘરમાં રહી રહ્યા છે. એવામાં તેનાથી સ્પષ્ટ છે કે, બાંગ્લાદેશમાં પૂરના પાણી એ ભારે તબાહી મચાવી છે.
મૌલવીબજાર જિલ્લા રાહત અને પુનર્વસન અધિકારી મોહમ્મદ સાદુ મિયાના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જિલ્લામાં પૂરના લીધે 8,786 ઘરોને નુકસાન પહોંચ્યું છે. તેમણે જણાવ્યું છે કે, “અમે ટોચના અધિકારીઓ ને પરિસ્થિતિ વિશે જાણ કરી અને પીડિતોના પુનર્વસન માટે ફાળવણી ની માંગ કરી હતી.” બુરીચાંગ ઉપ જિલ્લા નિરબાહી અધિકારી શાહિદા અખ્તર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમના ઉપ જિલ્લામાં 40,000 ઘર ધરાશાયી નષ્ટ થઈ ગયા છે. સરકારી રિપોર્ટ મુજબ, દેશભરમાં સાત લાખ પરિવારો હજુ પણ ફસાયેલા છે. ચિત્તાગોંગ, ફેની, ખગરાચારી, હબીબગંજ, સિલહટ, બ્રાહ્મણ બારિયા અને કોક્સ બજાર સહિત ઘણા જિલ્લાઓ માં પૂરના પાણી સંપૂર્ણપણે ઓસરી ગયા છે. મૌલવી બજારમાં પણ પૂરની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં 7,05,052 પરિવારો હજુ પણ ત્યાં ફસાયેલા છે.