Taaza Khabar Season 2 નું ટ્રેલર કરાયું જાહેર, જાવેદ જાફરી અને ભુવન બામની જોવા મળશે ટક્કર

Amit Darji

ભુવન બામની લોકપ્રિય વેબ સિરીઝ  Taaza Khabar ની બીજી સીઝન ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. તેની બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકો આ રાહ ટૂંક જ સમયમાં સમાપ્ત થઈ જવાની છે. આજે એટલે કે બુધવારના તેની બીજી સિઝન નું ટ્રેલર રિલીઝ કરવામાં આવેલ છે જેમાં થ્રિલર નો ડોઝ જોવા મળી રહ્યો છે. આ સિઝન છેલ્લી સિઝનની કહાની આગળ વધારશે, જેમાં અંતમાં વાસ્યાના મૃત્યુના સમાચાર બતાવવામાં આવી હતી. હવે આ સિઝનમાં ચાહકો એ જાણવાના છે કે, વસંત ગાવડે જીવંત છે કે નહીં.

તમને જણાવી દઈએ કે, છેલ્લી સીઝનમાં, જે રીતે વાસ્યા લાલચ અને ઘમંડમાં આવીને પોતાના લોકોનો તિરસ્કાર કરે છે, અથવા તે માત્ર એક કૃત્ય હતું? નવી સીઝન માં આ બધા સવાલો થી પરદો ઉઠી જશે. આ સીઝનમાં પ્રખ્યાત અભિનેતા જાવેદ જાફરી, યુસુફ અખ્તરના પાવરફુલ રોલમાં જોવા મળશે, જે આ સીઝનમાં વાસ્યા માટે એક મોટા પડકાર રૂપ થી જોવા મળશે.

ભુવન બામે ચાહકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે, તેમના તરફથી મળેલા પ્રેમથી તેઓ ખૂબ જ પ્રોત્સાહિત અનુભવી રહ્યા છે. તેમણે ચાહકોને આ સિઝનની રાહ જોવાની ખાતરી આપી અને જણાવ્યું છે કે, તેમની રાહ સફળ સાબિત રહેશે. ભુવન દ્વારા જણાવવામાં આવ્યું કે, “સિઝન 2 માટે શૂટિંગ કરવું ભાવનાત્મક રીતે પડકારજનક રહ્યું છે અને હું મારી જાતને વાસ્યાની આંખોમાં દેખી શકતો હતો. આ સિઝનમાં મારા પાત્રનો ગ્રાફ વધ્યો છે.” અભિનેતાએ વધુમાં જણાવ્યું કે, તેમને દિગ્ગજ અભિનેતા જાવેદ જાફરી સાથે કામ કરવાની ઘણી મજા આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

જાવેદ જાફરી દ્વારા પોતાના રોલ વિશે જણાવ્યું છે કે, તેમને જ્યારે આ રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હત. તેમણે જણાવ્યું કે, તેમણે નવી ભૂમિકાઓ સાથે પોતાને પડકારવા નું પસંદ આવે છે. તેના પાત્ર વિશે વાત કરતાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “યુસુફ ખૂબ જ શક્તિશાળી અને ઉગ્ર સ્વભાવવાળો છે. તેના પાત્રમાં ઘણા સ્તરો રહેલા છે જે મેં પહેલાં ક્યારેય ભજવ્યા નથી. ભુવન બામ જેવા પ્રભાવશાળી, મહેનતુ અને યુવા અભિનેતા સાથે કામ કરવું અવિશ્વસનીય રહેલ છે. જે હંમેશા દરેક ભૂમિકા નિભાવવા માટે તૈયાર હોય છે.” સમય ભાવનાત્મક અને નિર્ધારિત રહેલ છે. તાજેતરના સમાચાર મારા માટે ખૂબ જ સંતોષકારક અનુભવ રહ્યો છે અને દર્શકોને વાસ્યા અને યુસુફ વચ્ચેના મુકાબલાની મજા લેવા મળશે.

 

Share This Article
Leave a comment