Kolkata Case : ભાજપે લગાવ્યો આરોપ, સંદીપ ઘોષે આપ્યો તોડફોડનો આદેશ, મમતા બેનર્જીનું માગ્યું રાજીનામું

Amit Darji

Kolkata કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, કોલકાતામાં જે હોસ્પિટલમાં તબીબ પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી, તે ટોયલેટ રૂમને તોડવાનો આદેશ હોસ્પિટલમાં પ્રમુખ ડોક્ટર સંદીપ ઘોષ દ્વારા આપવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, શૌચાલય તોડી પાડવાનો આદેશ 10 ઓગસ્ટના રોજ જ આપવામાં આવ્યો હતો, જ્યારે તબીબ પર દુષ્કર્મની ઘટના 9 ઓગસ્ટના રોજ સામે આવી હતી. આરોપ એ છે કે, આ ઘટના છુપાવવા માટે ડોક્ટરને સરકારી સ્તરેથી સૂચના અપાઈ હતી. ઘટના બાદ જ તબીબને પ્રમોટ કરી દેવામાં આવ્યા હતા. તેમ છતાં વિવાદ વધ્યા બાદ સંદીપ ઘોષની ધરપકડ કરાઈ હતી. હાલમાં સીબીઆઈની કસ્ટડીમાં રહેલા છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલા દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આ ઘટનાને છુપાવવા અને સત્યને દબાવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેને છુપાવવામાં સરકારને સહકાર આપનારને તેના માટે ઈનામો પણ આપવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ મામલામાં પશ્ચિમ બંગાળ સરકારની સ્પષ્ટ ભૂમિકા સામે આવી છે અને મમતા બેનર્જી  દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. પાર્ટી દ્વારા આ ઘટના પર વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનના નેતાઓના મૌન પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

ભાજપ દ્વારા પ્રદર્શનકારીઓની સાથે હાથ મિલાવીને આ ઘટનામાં કોલકાતા પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા છે. પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, કોલકાતા પોલીસના ટોચના અધિકારી દ્વારા આ ઘટનાની તપાસમાં ગંભીરતા દાખવવામાં આવી નથી, ઊલટું તે ઘટના અને દોષિતોને છુપાવવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો છે. કોલકાતા પોલીસ કમિશનરને તેમના પદ પરથી હટાવી દેવા જોઈએ.

Share This Article
Leave a comment