રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ ચોરી, હત્યા અમે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે આવી જ એક બાબત સુરત શહેરથી સામે આવી છે. Surat ના ઉધના પોલીસકર્મી દ્વારા બેંકમાં નોકરી કરનાર ડિંડોલી ની યુવતી પર લગ્ન કરવા માટે દબાણ આપવાની સાથે એસિડ એટેક કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ યુવતી દ્વારા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. યુવતી દ્વારા ઉધના પોલીસ ના હે. કો. રણજીતસિંહ મોરી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવતા તે નાસી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ડિંડોલીમાં ૨૯ વર્ષની યુવતી તેના ભાણેજ અને માતા સાથે વસવાટ કરે છે. તેની સાથે યુવતી જે બેંકમાં નોકરી કરે છે તે જ બેંકમાં પોલીસકર્મીનું બેંક ખાતુ રહેલું હતું. પોલીસકર્મી દ્વારા બેંકમાં આવી પોતે ડિસ્ટાફ માં ફરજ બજાવતો હોવાનું અને પીઆઈ સાહેબનો વહીવટદાર હોવાનું જણાવ્યું હતું.
તેની સાથે પોલીસકર્મી દ્વારા યુવતીને કહેવામાં આવ્યું હતું કે, હું મહિનના 4-5 લાખ રૂપિયા કમાવું છું, તને રાણીની જેમ રાખીશ તને સારા વિસ્તારમાં ફ્લેટ લઈ આપીશ તારે નોકરી કરવાની પણ જરૂર પડશે નહીં. તેમ છતાં યુવતી દ્વારા તેને ના પાડી દેવામાં આવી હતી. તેના લીધે પોલીસકર્મી દ્વારા તેને જણાવવામાં આવ્યું હતું કે, તારા હાલ શું કરીશ. જોઈ લે, પછી તે જ દિવસે સાંજે તેનો અકસ્માત થયો હતો.
ત્યાર બાદ પોલીસકર્મી દ્વારા ખિસ્સામાંથી સિંદુર અને મંગળસૂત્ર બતાવી કહેવામાં આવ્યું હતું કે, આજે આપણે લગ્ન કરવાના છે એમ કહી રિક્ષામાં ન બેસતા યુવતીના કપડા પર પોલીસકર્મી દ્વારા સિંદુર ફેંકવામાં આવ્યું હતું. તેમ છતાં યુવતી કારમાં જઈ રહી હતી. તે સમયે પોલીસકર્મી દ્વારા તેની કારનો કાચ તોડી માર મારી જબરદસ્તી કારમાં બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે સમયે યુવતીને આરોપી દ્વારા એસિડ મોઢા પર ફેંકવાની ધમકી આપવામાં આવી હતી. ત્યાર બાદ યુવતીએ પોલીસકર્મીનો નંબર બ્લોક કરી નાખ્યો હતો. એવામાં વર્ષ 24 માં યુવતી ઘરમાં એકલી હતી તે સમયે પોલીસકર્મચારી દ્વારા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્યારે આ દરમિયાન વાંધાજનક હાલતની વિડીયો મોબાઈલમાં બનાવી વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.