RG Kar મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા 51 ડોક્ટરોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમને 11 સપ્ટેમ્બરના તપાસ સમિતિ સમક્ષ હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે. તેમના પર સંસ્થાના લોકતાંત્રિક માહોલને જોખમમાં મૂકવા, ડરાવવા-ધમકાવવાને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને કામ કરનાર માહોલને ખરાબ કરવાનો આરોપ છે. હોસ્પિટલ ઓથોરિટી દ્વારા નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે કમિટી સમક્ષ પોતાની નિર્દોષતા સાબિત કરવી પડશે.
આરજી કાર હોસ્પિટલની સ્પેશિયલ કાઉન્સિલ કમિટીના નિર્ણય મુજબ, તપાસ સમિતિ દ્વારા બોલાવવામાં ન આવે ત્યાં સુધી તે 51 તબીબો માટે સંસ્થાના પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. નોટિસ પર હોસ્પિટલના પ્રિન્સિપાલની સહી રહેલી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, તેમના માટે કોલેજની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ રહેલો છે. આ યાદીમાં વરિષ્ઠ રહેવાસીઓ, હાઉસ સ્ટાફ, ઈન્ટર્ન અને પ્રોફેસરોનો સમાવેશ થાય છે.
વાસ્તવમાં, આરજી કાર હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની તબીબના મૃત્યુ પછી જૂનિયર તબીબ દ્વારા 9 ઓગસ્ટથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ફરજ પર હતા ત્યારે તબીબ પર દુષ્કર્મ અચ્ર્વામ આવ્યું હતું અને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી દેશભરમાં રોષ ફેલાયો હતો અને ભારે પ્રદર્શનો કરવામાં આવ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેઓ આરજી કાર હોસ્પિટલના મૃતક ડોક્ટર માટે ન્યાયની માંગને લઈને તેમનું ‘કામ બંધ’ ચાલુ રાખશે. તેમ છતાં સુપ્રીમ કોર્ટે તબીબોને મંગળવાર સાંજના 5 વાગ્યા સુધીમાં કામ પર પરત ફરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે તેમ પણ જણાવ્યું છે કે, જો ડોક્ટરો કામ પર પરત નહીં આવે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ અગાઉ સોમવારના સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેસની તપાસને લઈને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવામાં આવી હતી. બંગાળ સરકાર દ્વારા કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે 23 લોકોના મોત ત્યારે થયા જ્યારે ડોક્ટર કામ કરી રહ્યા નહોતા. સુનાવણી બાદ કોર્ટે સીબીઆઈ પાસેથી નવો સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા તપાસ એજન્સીને એક અઠવાડિયાઓનો સમય આપ્યો છે. ત્યાર બાદ કોર્ટે કેસની સુનાવણી 17 સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવી છે.