બોલીવુડ અભિનેત્રી Malaika Arora અને તેમના પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. વાસ્તવમાં મલાઈકાના પિતા અનિલ અરોરા દ્વારા બુધવારના એટલે ૧૨/૦૯/૨૦૨૪ ના રોજ સવારના 9 વાગ્યાના સમયગાળાએ પોતાના ઘરની છત પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો. મલાઈકા અને બહેન અમૃતાને આ વાતની જાણ થતાં બંને બહેનો રડતી-રડતી તેમના ઘરે દોડી આવી હતી. હવે તેના પિતાના નિધન બાદ મલાઈકા અરોરા દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પ્રથમ પોસ્ટ લખવામાં આવી છે. મલાઈકા અરોરા દ્વારા પોતાની પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘અમને જણાવતા અત્યંત દુઃખ થઈ રહ્યું છે કે, અમારા પ્રિય પિતા અનિલ મહેતા હવે આ દુનિયામાં રહ્યા નથી.’
Malaika Arora એ વધુમાં જણાવ્યું કે, ‘તે ખૂબ જ નમ્ર આત્મા, એક સમર્પિત નાણા, પ્રેમાળ પતિ અને અમારા શ્રેષ્ઠ મિત્ર રહેલા હતા. અમારા પરિવારને આ નુકસાનથી ઊંડો આઘાત લાગ્યો છે અને અમે આ મુશ્કેલ સમયમાં મીડિયા અને અમારા પ્રિયજનો પાસેથી પ્રાઈવેસીની વિનંતી કરીએ છીએ. અમે તમારી અન્ડરસ્ટેન્ડિંગ, સમર્થન અને આદરની પ્રશંસા કરીએ છીએ. કૃતજ્ઞતા સાથે જોયસ, મલાઈકા, અમૃતા, શકીલ, અરહાન, અઝાન, રેયાન, કેસ્પર, એક્સલ, ડફી અને બડી. મલાઈકા અરોરા ની આ પોસ્ટ પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા ના પિતા અનિલ ની આપઘાતના સમાચાર સામે આવતા જ તેના મિત્ર અને પૂર્વ પતિ અરબાઝ ખાનનો સમગ્ર પરિવાર અભિનેત્રી ના ઘરે પહોંચી ગયો હતો. અરબાઝ ખાન સિવાય સલીમ ખાન, સલમા ખાન અને સોહેલ ખાન પણ અનિલને શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતા. જ્યારે મલાઈકા અરોરાના એક્સ બોયફ્રેન્ડ અર્જુન કપૂર અને બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર પણ આ દુખની ઘડીમાં અભિનેત્રી સાથે ઉભેલા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા ની માતા જોયસ અને પિતા અનિલ ના ઘણા સમય પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. તે સમયે મલાઈકા 11 વર્ષની હતી ત્યારે અમૃતા માત્ર 6 વર્ષની હતી. તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોથી જોયસ અને અનિલ ફરીથી સાથે રહેવાનું શરૂ કર્યું હતું.