ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે Virat Kohli ને લઈને આપ્યું મોટું નિવેદન

Amit Darji

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમાવવાની છે. આ સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ દ્વારા Virat Kohli ને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યા છે. રિકી પોન્ટિંગ દ્વારા ભારતમાં ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં કોહલી ની ભૂમિકા ની પ્રશંસા કરવામાં આવી છે. પૂર્વ ભારતીય કેપ્ટન ની પ્રશંસા કરતા પોન્ટિંગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારતીય બેટ્સમેન હવે મોટા સ્ટેજ થી ભયભીત થતા નથી અને તેનો પુરાવો વિદેશમાં ભારતીય ટીમની સફળતા રહેલી છે.

રિકી પોન્ટિંગ દ્વારા ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડના યોગદાનની પણ પ્રશંસા કરવામાં આવી છે. જેમણે જૂનમાં ભારત ને T-20 વર્લ્ડ કપ ટાઇટલ અપાવ્યા બાદ પદ છોડી દેવામાં આવ્યું હતું. રિકી પોન્ટિંગે વધુમાં જણાવ્યું કે, વિરાટ કોહલીની કેપ્ટનશિપ ની શરૂઆત વિશે વાત કરીએ તો તેમણે ક્રિકેટને બદલવામાં મોટી ભૂમિકા ભજવી અને રાહુલ દ્રવિડે છેલ્લા ચાર વર્ષમાં તેને સતત ચાલુ રાખ્યું હતું. Virat Kohli જેવા ખેલાડી ની ટીમ પર પ્રભાવ પડશે અને તેમની પાસે સ્ટાર ખેલાડીઓ રહેલા છે.

ભારતીય ટીમ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ જીતનારી પ્રથમ એશિયન ટીમ બની ગઈ છે. તેના સિવાય ટીમે અન્ય સ્થળોએ પણ કેટલીક યાદગાર જીત પ્રાપ્ત કરી હતી. વિરાટ કોહલીએ કેપ્ટનશિપમાં પોતાની આક્રમકતાથી બધાને વિશ્વાસ અપાવ્યો છે કે, ભારતીય ટીમ વિદેશમાં જીત પ્રાપ્ત કરી શકે છે અને જ્યારે તે ટીમમાં નહોતો ત્યારે પણ તેનો આત્મવિશ્વાસ ટીમ પર હાવી રહેતો હતો. 2020-21 માં ઓસ્ટ્રેલિયામાં છેલ્લી ટેસ્ટ સીરીઝ દરમિયાન વિરાટ કોહલી તેની પુત્રી વામિકાના જન્મના લીધે પ્રથમ મેચ બાદ ભારત જવા માટે રવાના થઈ ગયો હતો. પરંતુ અજિંક્ય રહાણેની કપ્તાની હેઠળ ભારતે ઇજાઓ અને મુખ્ય ખેલાડીઓની ગેરહાજરી સામે લડત આપી અને સીરીઝમાં 2-1થી ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી હતી.

ઓસ્ટ્રેલિયામાં Virat Kohli નો ટેસ્ટ રેકોર્ડ શાનદાર છે. તેણે 13 ટેસ્ટ મેચોમાં 54.08 ની એવરેજથી 1352 રન બનાવ્યા છે જેમાં છ સદી અને ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર 169 રન રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની 25 ટેસ્ટ મેચોમાં તેણે 47.48 ની એવરેજથી 2042 રન બનાવ્યા છે જેમાં આઠ સદી અને પાંચ અડધી સદી સામેલ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પર્થમાં રમાવનાર પ્રથમ ટેસ્ટ મેચ સાથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત થશે. બીજી ટેસ્ટ 6 થી 10 ડિસેમ્બર દરમિયાન એડિલેડ ઓવલ ખાતે રમાશે. તેના પછી 14 થી 18 ડિસેમ્બર સુધી બંને ટીમો બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં સામ-સામે ટકરાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા 26 થી 30 ડિસેમ્બર સુધી બોક્સિંગ ડે ટેસ્ટ માટે મેલબોર્નમાં રમાશે. સિરીઝની અંતિમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 3 થી 7 જાન્યુઆરી દરમિયાન રમાવવાની છે.

Share This Article
Leave a comment