શું Deepika Padukone માતા બનતાની સાથે જ એક્ટિંગ છોડી દેશે?…

Amit Darji

બોલિવૂડ અભિનેત્રી Deepika Padukone આ દિવસોમાં માતૃત્વનો આનંદ માણી રહી છે. દીપિકા પાદુકોણે આઠ સપ્ટેમ્બરના દીકરીને જન્મ આપ્યો હતો. આ સારા સમાચાર સામે આવતા જ ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. દીપિકાની લિટલ એન્જલની એક ઝલક મેળવવા ચાહકો ઉત્સુક રહેલા છે તેમ છતાં અભિનેત્રીને હજુ સુધી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ નથી. ગઈકાલના શાહરૂખ ખાન દીપિકા અને તેની નાની ઢીંગલીને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, દીપિકા પાદુકોણ તેની પુત્રીને ઉછેરવા માટે રણબીર અને આલિયાની પેરેન્ટિંગ શૈલી પસંદ કરી શકે છે. તેની સાથે દીપિકા પણ ઐશ્વર્યાની પેરેન્ટિંગ સ્ટાઇલથી ખૂબ જ પ્રભાવિત થઈ છે.

તેની સાથે જણાવી દઈએ કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, Deepika Padukone પોતાની દીકરીના ઉછેર માટે ઐશ્વર્યા રાયને ફોલો કરે તેવી શક્યતા રહેલી છે. તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાયે પોતાની દીકરી આરાધ્યાનો ઉછેર પોતે કર્યો છે અને તેણે આયાનો સહારો લીધો નહોતો. આવી સ્થિતિમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દીપિકા પણ પોતાની દીકરી માટે કોઈ આયા નહીં રાખે અને તેને એકલા હાથે ઉછેરી શકે છે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા પ્રત્યેની સ્વભાવને જોઈને સાસુ જયા બચ્ચને તેને ‘હેન્ડ્સ ઓન મોમ’ નું ટેગ પણ આપ્યું હતું.

જો મીડિયા રિપોર્ટ્સની વાત કરીએ તો એવી અટકળો સામે આવી છે કે, દીપિકા પાદુકોણ પોતાની દીકરીને ઉછેરવા માટે ફિલ્મી દુનિયાથી દૂર રહી શકે છે. તેના સિવાય દીપિકા પણ એક્ટિંગ સંપૂર્ણપણે છોડી દેશે. તેમ છતાં આ બાબતમાં કોઈ ચોક્કસ નિવેદન સામે આવ્યું નથી.

Share This Article
Leave a comment