દિલ્હીના મુખ્યમંત્રી Arvind Kejriwal ને લઈને મોટા સમાચાર, બે દિવસ બાદ સીએમ પદ પરથી આપશે રાજીનામું

Amit Darji

દિલ્હીના મુખ્યમંત્રી Arvind Kejriwal ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તે એક્સાઇઝ પોલિસી ‘કૌભાંડ’ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન પ્રાપ્ત થયા ના બે દિવસ બાદ આજે એટલે 15 સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના મુખ્યાલયમાં આવ્યા હતા. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને મળ્યા બાદ સીએમ કેજરીવાલ દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સીએમ કેજરીવાલ દ્વારા મોટી જાહેરાત કરતા જણાવવામાં આવ્યું છે કે, ‘હું બે દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપવાનો છું.’

આ દરમિયાન સીએમ Arvind Kejriwal દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને જનતાને સંબોધતા જણાવવામાં આવ્યું કે, હું જ્યાં સુધી જનતાની અદાલતમાં જીતીશ નહીં ત્યાં સુધી હું સીએમ બનીશ નહીં. હું ઈચ્છું છું કે, દિલ્હીની ચૂંટણી નવેમ્બરમાં યોજાય. જનતા મને મત આપીને જીતાડે, ત્યાર બાદ જ હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ.’ આ સાથે તેમના દ્વારા વધુમાં જણાવ્યું કે, ‘જનતાના આશીર્વાદ થી, અમારી પાસે ભાજપના તમામ ષડયંત્રનો સામનો કરવાની તાકાત રહેલ છે. અમે ભાજપ સામે ન તો ઝૂકીશું, ન રોકાઈશું કે ન અમે વેચાઈશું. આજે દિલ્હી માટે કરી શક્યા છીએ કારણ કે, આજે તેઓ (ભાજપ) અમારી ઈમાનદારીથી ડરે છે કારણ કે તેઓ ઈમાનદાર રહેલ નથી.’

તેના સિવાય મુખ્યમંત્રી Arvind Kejriwal દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, “હું પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાની આ રમતનો ભાગ બનવા આવ્યો નથી. બે દિવસ અગાઉ હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દઈશ. મને કોર્ટમાંથી ન્યાય મળ્યો છે. હવે જનતા ની અદાલત મને ન્યાય અપાવશે.” સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યું કે, “મને ચેતવણી અપાઈ છે કે, જો બીજી વખત પત્ર લખશે તો જેલમાં તેમના પરિવાર સાથે મુલાકાત બંધ કરી દેવાશે. અમારા મોટા-મોટા દુશ્મનો રહેલા છે. સત્યેન્દ્ર જૈન અને અમાનતુલ્લા ખાન પણ જલ્દી બહાર આવી જશે. ભગવાન ભોલેનાથ નો હાથ અમારા પર રહેલો છે તેમના આશીર્વાદ અમારી સાથે રહેલા છે.”

Share This Article
Leave a comment