કાજલ અગ્રવાલ બાદ સલમાન ખાનની ‘સિકંદર’ માં Sharman Joshi ની એન્ટ્રી, આ ખાસ રોલ નિભાવશે

Amit Darji

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘સિકંદર’ ને લઈને ચર્ચામાં રહેલા છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદના તક પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે અભિનેત્રી રશ્મિકા મંદાના અને સાઉથના પ્રખ્યાત અભિનેતા સત્યરાજ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. તાજેતરમાં જ આ ફિલ્મમાં અભિનેત્રી કાજલ અગ્રવાલની એન્ટ્રી થઈ હતી. તમને જણાવી દઈએ કે, મુરુગાદોસના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે. જ્યારે હવે ‘સિકંદર’ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, રિપોર્ટ્સનું માનીએ તો, હવે આ ફિલ્મમાં અભિનેતા Sharman Joshi એન્ટ્રી થઈ ગઈ છે.

એક નામી ચેનલના અહેવાલ અનુસાર, સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ માં Sharman Joshi ને એક મુખ્ય રોલ માટે સાઈન કરી લેવામાં આવ્યો છે. ફિલ્મથી જોડાયેલ નજીકના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શરમન જોશી અને સલમાન ખાન ફિલ્મ ‘સિકંદર’ માં એક અનોખા બોન્ડ શેર કરતા જોવા મળવાના છે. શરમને ફિલ્મમાં પોતાના ભાગનું શૂટિંગ પણ શરૂ કરી લીધેલ છે. તે સમગ્ર સેટ દરમિયાન હાજર રહ્યો હતો અને સિકંદરની સફરમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મમાં શરમન અને સલમાનનો બોન્ડ ચાહકોને પસંદ આવશે.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા સમાચાર સામે આવ્યા હતા કે, અભિનેત્રી કાજલ અગ્રવાલ એન્ટ્રી સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ થી થઈ હતી. હવે ફિલ્મમાં શરમનની એન્ટ્રી બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કાજલ અને શરમન ફિલ્મમાં એકબીજાની સામે જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે, સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત આ ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયેલ છે. રિપોર્ટ્સનું મુજબ, ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ થઈ ગયેલ છે. જ્યારે હવે ટૂંક જ સમયમાં આ ફિલ્મનું છેલ્લું શેડ્યૂલ હૈદરાબાદમાં શૂટ કરાશે. તેના માટે ટીમ જલ્દી જ રવાના થશે.

Share This Article
Leave a comment