PM Narendra Modi ના જન્મદિવસથી મહિલાઓને વર્ષે રૂ. 10,000 આપવા સુભદ્રા યોજનાની થશે શરૂઆત

Amit Darji

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલના તેમના 74 માં જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ ઓડિશા સરકારની મહત્વકાંક્ષી સુભદ્રા યોજનાને લોન્ચ કરશે. આ યોજનાનો લાભ રાજ્યની એક કરોડથી વધુ મહિલાઓને મળવાનો છે. આવતીકાલના PM Narendra Modi ભુવનેશ્વરમાં જશે અને ત્યાં તેઓ મહિલા લાભાર્થીઓને પહેલા હપ્તાની સહાય આપવાના છે. રાજ્યમાંથી લગભગ એક લાખ મહિલાઓ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

તમને જણાવી દઈએ કે, સુભદ્રા યોજના હેઠળ 21 થી 60 વર્ષની વયની દરેક મહિલાને પાંચ વર્ષ માટે બે હપ્તામાં વાર્ષિક 10,000 રૂપિયાની રોકડ ટ્રાન્સફર કરાશે. રાજ્યની ભાજપ સરકાર દ્વારા આ યોજનાને ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાના નામ પરથી નામ આપવામાં આવ્યું છે. આ યોજના દ્વારા, 2028-29 સુધીના પાંચ વર્ષમાં, રાજ્યની એક કરોડથી વધુ મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયાની આર્થિક સહાય અપાશે. જ્યારે 10000 રુપિયા દર વર્ષે રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) ના અવસર પર મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરાશે.

આ બાબતમાં ઓડિશાના નાયબ મુખ્યમંત્રી પાર્વતી પરિદા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં સુભદ્રા યોજના માટે નામ નોંધાવનાર 50 લાખથી વધુ મહિલાઓને 17 સપ્ટેમ્બરના રોજ 5000 રૂપિયાનો પ્રથમ હપ્તો આપવામાં આવશે. જે મહિલાઓ દ્વારા 15 સપ્ટેમ્બર સુધીમાં આ યોજના માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે તેમને 17 સપ્ટેમ્બરના તેમના બેંક ખાતા દ્વારા પ્રથમ હપ્તો મળી જશે. રાજ્ય સરકાર દ્વારા 2024-25 ના વાર્ષિક બજેટમાં આ યોજના માટે રૂ. 10,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તેની સાથે જણાવી દઈએ કે, સુભદ્રા યોજના લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ તરફથી મુખ્ય વચન આપવામાં આવ્યું હતું. આ યોજના દ્વારા રાજ્યમાં છેલ્લા 24 વર્ષના બીજુ જનતા દળના શાસનનો અંત લાવવામાં મોટી ભૂમિકા ભજવવામાં આવી છે. આ યોજનાના લીધે ઓડિશાની મહિલાઓ ભાજપ તરફ આકર્ષાવામાં આવી હતી અને ભાજપને સત્તા પ્રાપ્ત થઈ હતી.

 

Share This Article
Leave a comment