PM Narendra Modi 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકા જશે, આ કાર્યક્રમોમાં ભાગ લેશે

Amit Darji

વિદેશ મંત્રાલય (MEA) દ્વારા PM Narendra Modi ને લઈને મોટી જાણકારી આપવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જવાના છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી ક્વોડ નેતાઓના ચોથા સંમેલનમાં ભાગ લેશે, જે 21 સપ્ટેમ્બર ના ડેલાવેર ના વિલ્મિંગ્ટનમાં આયોજિત થશે. આ સમ્મેલન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન ની યજમાની માં યોજાશે.

સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બર ના અમેરિકી પ્રમુખ જો બાઈડન ના હોમટાઉન ડેલાવેર માં ક્વાડ સમિટમાં ભાગ લેશે. ક્વાડ શિખર સંમેલન બાદ પીએમ મોદી 22 સપ્ટેમ્બર ના  ન્યૂયોર્ક જશે અને ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે. ક્વાડ શિખર સમ્મેલનમાં જિયો-પોલીટીક્સ અને સુરક્ષા ચિંતાઓ સિવાય, ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાશે. સાંજના ક્વોડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદી એ જ રાત્રીના ન્યૂયોર્ક સીટી જવા માટે રવાના થઈ જશે.

22 સપ્ટેમ્બર ના પ્રધાનમંત્રીનો ન્યુયોર્કમાં પ્રથમ કાર્યક્રમ લોંગ આઈલેન્ડમાં 16,000 સીટવાળા નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમ ખાતે સવારે 10:00 થી બપોરના 12:00 વાગ્યા સુધી પ્રવાસી કાર્યક્રમ ‘મોદી અને યુએસ, પ્રોગ્રેસ ટુગેધર’ હશે, જ્યાં તેઓ ભારતીય અમેરિકન સમુદાય સાથે વાતચીત કરશે. આયોજકોના જણાવ્યા મુજબ, પ્રવાસી કાર્યક્રમ માટે 25,000 થી વધુ લોકો દ્વારા ટિકિટ માટે નોંધણી કરવામાં આવી છે. આ કાર્યક્રમ ભારત અને તેના પ્રવાસી સમુદાય વચ્ચેના મજબૂત સંબંધોને મજબૂત બનાવશે. અમે તમને જણાવી દઈએ કે, પ્રવાસી સમુદાયની અમેરિકા-ભારત સંબંધોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા રહી છે. ત્યાર બાદમાં પીએમ નરેન્દ્ર મોદી પોતાની હોટલમાં ટેકનોલોજી, ઉર્જા અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે અમેરિકન બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે. બેઠક બાદ પીએમ નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે, જે રાત્રીના 10:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.

23 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી ‘ભવિષ્યનું સંયુક્ત રાષ્ટ્ર શિખર સમ્મેલન’ માં ભાગ લેશે, જ્યાં તેઓ ટૂંકું ભાષણ આપશે. સમ્મેલનમાં ભવિષ્યના વૈશ્વિક પડકારો અંગે ચર્ચા કરશે, જેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ગ્લોબલ ગવર્નન્સનો સમાવેશ થાય છે. રવિવારના જ્યારે ભવિષ્યનું શિખર સમ્મેલન શરૂ થશે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અપ્રવાસી રેલીમાં હાજર રહેશે અને 23 સપ્ટેમ્બરના રોજ સવારના સત્રમાં 72 માંથી 35 માં વક્તાના રૂપમાં જગ્યા મળી છે. જો તેમના પહેલાના તમામ વક્તાઓ સમયસર પહોંચે તો તેમનો વારો બપોરના આજુબાજુ (ભારતના 9:30 વાગ્યાનો) હશે.

Share This Article
Leave a comment