‘Border 2’ લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખે શરૂ થશે ફિલ્મનું શુટિંગ

Amit Darji

જેપી દત્તાની 1997 માં રિલીઝ થયેલી ‘બોર્ડર’ ની સિક્વલ આવવામાં આવી છે. આ ફિલ્મમાં સની દેઓલ, દિલજીત દોસાંઝ અને વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં રહેલા છે. આ ફિલ્મ તેની જાહેરાત બાદથી જ ચર્ચામાં રહેલા છે અને ચાહકો તેના વિશેના દરેક અપડેટ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે હવે તાજેતરમાં ફિલ્મને લઈને નવી જાણકારી સામે આવી છે જે તેના શૂટિંગ થી જોડાયેલ છે.

રિપોર્ટ્સ મુજબ, ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થઈ જશે. ‘Border 2’ નું શૂટિંગ ઉત્તર ભારતમાં 25 નવેમ્બર ના શરૂ થશે. આ ફિલ્મ નિર્માતા ભૂષણ કુમાર અને જેપી દત્તાની વચ્ચે પ્રથમ વખત સહયોગ કરનારી ફિલ્મ પણ રહેવાની છે. તેનું નિર્દેશન અનુરાગ સિંહ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન અને દિલજીત દોસાંઝ ભારતીય સશસ્ત્ર દળ ના અધિકારીઓની ભૂમિકામાં જોવા મળવાના છે.

તેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બોર્ડર 2” માટે પ્રી-પ્રોડક્શન નું કામ એક વર્ષથી ચાલી રહ્યું છે અને ટીમ 25 નવેમ્બરથી શૂટિંગ શરૂ કરવાની છે. અહેવાલો મુજબ, અનુરાગ સિંહ અને તેમની ટીમ એક અઠવાડિયાની અંદર ફિલ્મની શરૂઆત કરવા માટે તૈયાર છે અને તેમણે પ્રથમ બે સ્થાનો જમ્મુ અને શ્રીનગર પસંદ કર્યા છે. જ્યારે રિપોર્ટમાં એમ પણ સામે આવ્યો છે કે, ‘બોર્ડર-2’ ની ટીમ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ભારતના સરહદી વિસ્તારો ની નજીકના વાસ્તવિક સ્થળો પર કરવામાં આવી શકે છે.

ફિલ્મ ‘બોર્ડર-2’ નું શૂટિંગ નવેમ્બરથી મે સુધીના છ મહિનાના સમયગાળામાં કરાશે અને તે 2026 ના ગણતંત્ર દિવસ પર રિલીઝ થવાની છે. ‘બોર્ડર-2’ એ જેપી દત્તા દ્વારા નિર્દેશિત 1997 ની બ્લોકબસ્ટર ફિલ્મ બોર્ડરની સિક્વલ રહેલ છે. આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે અને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા દ્વારા નિર્મિત કરાયું છે. સની, દિલજીત અને વરુણની સાથે ફિલ્મના અન્ય કલાકારો પણ આ ફિલ્મના શૂટિંગની તૈયારીમાં લાગી ગયા છે.

Share This Article
Leave a comment