ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન Virat Kohli ટેસ્ટ ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ અંગત કારણોસર તે ઈંગ્લેન્ડ સામે રમાયેલી પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયા હતા. હવે તે ફોર્મમાં પરત આવવા માટે પુષ્કળ મહેનત કરી રહ્યા છે. બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ સીરીઝ કિંગ વિરાટ કોહલી માટે ઘણી મહત્વની રહેલ છે. આ સિરિઝમાં તે ઘણા રેકોર્ડસ પોતાના નામે કરી શકે છે.
પૂર્વ ભારતીય કેપ્ટન Virat Kohli ના નામે 113 ટેસ્ટ મેચોમાં 8848 રન નોંધાયેલ છે. તેમની પાસે આગામી સિરીઝમાં 9000 રન પૂરા કરવાની તક રહેલી છે. અત્યાર સુધી માત્ર ત્રણ ભારતીય બેટ્સમેન આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે. મહાન બેટ્સમેન સચિન તેંડુલકર ભલે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, પરંતુ પૂર્વ ઓપનર સુનીલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં દિગ્ગ્જ થી પહેલા નવ હજાર રનનો આંકડાઓ પ્રાપ્ત કરી લીધો હતો. જ્યારે સચિન આ બાબતમાં બીજા સ્થાન પર રહેલ છે. તેના સિવાય પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ આ મામલામાં ત્રીજા સ્થાન પર છે. વિરાટ કોહલી ટેસ્ટમાં નવ હજાર રન પૂરા કરવાથી માત્ર 152 રન દૂર રહેલ છે. આવું કરનાર તે ચોથા ભારતીય બેટ્સમેન બની જશે. ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં સચિન ટોપ પર રહેલ છે. તેમણે 200 મેચની 329 ઇનિંગ્સમાં 15921 રન બનાવ્યા હતા. રાહુલ દ્રવિડે 284 ઇનિંગ્સમાં 13265 રન બનાવ્યા છે જ્યારે સુનિલ ગાવસ્કરે 214 ઇનિંગ્સમાં 10122 રન બનાવ્યા છે.
વિરાટ કોહલી પાસે આગામી ટેસ્ટ સીરીઝમાં નવો રેકોર્ડ બનાવવાની તક રહેલ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 591 ઇનિંગ્સમાં 26942 રન બનાવ્યા છે. વિરાટ કોહલીને 27 હજાર રન પૂર્ણ કરવા માટે 58 રનની જરૂરિયાત છે. અત્યાર સુધી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 27 હજાર રન બનાવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમણે 623 ઇનિંગ્સમાં 27 હજાર રન પૂર્ણ કર્યા હતા. જ્યારે વિરાટ કોહલી તેમનો રેકોર્ડ તોડી શકે છે અને સૌથી ઓછી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવનાર બીજા ભારતીય બેટ્સમેન બની શકે છે.