હવામાન વિભાગે દેશમાં વરસાદને લઇને કરી મોટી આગાહી, આ રાજ્યોમાં જોવા મળશે ભારે વરસાદ

Amit Darji

હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હાલમાં દેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે હવામાન વિભાગ દ્વારા 18 સપ્ટેમ્બરના ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિત અનેક રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

IMD મુજબ ચક્રવાતી તોફાન ‘યાગી’ ના અવશેષો ના લીધે દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. IMD મુજબ, દિલ્હીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે તેના લીધે આગામી દિવસોમાં દિલ્હી-NCR માં ભારે વરસાદ જોવા મળવાનો છે. હવામાન વિભાગ મુજબ, ઝારખંડમાં સક્રિય થયા બાદ ચક્રવાતી તોફાન યાગી ના અવશેષો ઉત્તર-પશ્ચિમ તરફ ઝડપથી આગળ વધવાની શક્યતા છે તેના લીધે બુધવારના એટલે આજે દિલ્હી અને મધ્ય પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં સારો વરસાદ જોવા મળવાનો છે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર માં વરસાદ ને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આ રાજ્યોમાં વરસાદ સંબંધિત સંભવિત જોખમોનો સામનો કરવા માટે વહીવટીતંત્રને તૈયાર રહેવા માટે સૂચના આપવામાં આવેલ છે. તેની સાથે જ આજે 18 સપ્ટેમ્બરથી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ રહેવાનો છે. 18 સપ્ટેમ્બરના હિમાચલના કેટલાક જિલ્લાઓ માં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે.

આ સિવાય હવામાન વિભાગ દ્વારા 18 સપ્ટેમ્બર દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવેલ છે. તેની સાથે 25-35 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. દિલ્હીમાં આગામી બે દિવસ સુધી વરસાદની શક્યતા રહેલી છે.

તેની સાથે IMD અનુસાર, કોંકણ અને ગોવામાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અઠવાડિયા દરમિયાન વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ગુજરાતમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. IMD દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 18 સપ્ટેમ્બરના પશ્ચિમ મધ્ય પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા રહેલી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 14 સપ્ટેમ્બરના રોજ જણાવવામાં આવ્યું છે કે, ગંગાના પશ્ચિમ બંગાળ અને તેની નજીકના બાંગ્લાદેશ પર ડીપ ડિપ્રેશન યથાવત રહેલ છે. તેની સાથે 18 થી 20 સપ્ટેમ્બર દરમિયાન આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

 

Share This Article
Leave a comment