ભારત દ્વારા રોહિત શર્માની T-20 આંતરરાષ્ટ્રીય માં નિવૃત્તિ બાદ સૂર્ય કુમાર યાદવને T-20 આંતરરાષ્ટ્રીય ની કેપ્ટનશીપ સોંપવામાં આવેલ છે. એવામાં આ બાબતમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સુરેશ રૈના દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. Suresh Raina દ્વારા ટી-20 કેપ્ટન પદ માટે શુભમન ગિલ નું નામ આપ્યું છે, જે હાલમાં વાઇસ-કેપ્ટન ની ભૂમિકા નિભાવી રહ્યો છે. સુરેશ રૈનાનું માનવું છે કે, શુભમન ગિલ નું પ્રભાવશાળી પ્રદર્શન અને નેતૃત્વ કૌશલ્ય તેમને આ પદ માટે યોગ્ય બનાવે છે.
Suresh Raina દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શુભમન ગિલ સુપરસ્ટાર અને વાઇસ કેપ્ટન છે. તેનો અર્થ એ છે કે, કોઈ તેમના વિશે માં વિચારી રહ્યું છે. જો તે IPL માં સારો દેખાવ કરે છે અને ટીમને ટ્રોફી અપાવે છે તો તે ભવિષ્યમાં કેપ્ટન પણ બની શકે છે. શુભમન ગિલ ભારતનો એક અલગ સુપરસ્ટાર રહેલ છે.
સુરેશ રૈના તેની સાથે ઋષભ પંત ની બે વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી લઈને ઘણા ઉત્સુક છે. તેમણે જણાવ્યું છે કે, ઋષભ પંત ઘણા સારા છે અને તેમણે દુલીપ ટ્રોફી માં અડધી સદી ફટકારી છે. તે વિકેટકીપિંગ ની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. જ્યારે તમે ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો તો તમારે સેશન પ્રમાણે રમવું પડશે. બાંગ્લાદેશ દ્વારા પાકિસ્તાનમાં સારું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેમની પાસે સારા સ્પિનરો રહેલા છે. તેમની સામે ભારતીય બેટ્સમેન કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે.
IPL 2025 માટે મેગા હરાજી પહેલા આ લીગના દિગ્ગજ ખેલાડીઓ સુરેશ રૈના અને અંબાતી રાયડુ માનવું છે કે, ખેલાડીઓને જાળવી રાખવાથી ટીમોના કોર ગ્રુપમાં વધુ ફેરફાર ન કરવા પર જીતવાની તક વધી જશે. IPL નિયમો હેઠળ ટીમોને 2022 માં છેલ્લી મેગા હરાજીમાં ટીમ દીઠ ચાર ખેલાડીઓને જાળવી રાખવાની તક અપાઈ હતી. ત્રણ વર્ષના ચક્રના અંત બાદ બીજી મેગા હરાજી યોજાવાની છે પરંતુ ખેલાડીઓને જાળવી રાખવા અંગે ટીમો અલગ-અલગ અભિપ્રાય ધરાવે છે. કેટલાકનું માનવું છે કે, આઠ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવી જોઈએ અને કેટલાક કહે છે કે, ચાર અથવા પાંચ પણ યોગ્ય રહેલ છે. તેમ છતાં IPL ગવર્નિંગ કાઉન્સિલે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સુરેશ રૈના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હું અંબાતી રાયડુ સાથે 100 ટકા સહમત છું. મેગા હરાજી દર ત્રણ વર્ષે થાય છે. આઈપીએલ ગવર્નિંગ કાઉંસિલ તે કરશે જે રમત ના હિતમાં રહેશે.