પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારના એટલે આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક થઈ હતી. આ બેઠકમાં ISRO સંબંધિત ઘણા પ્રસ્તાવોને મંજૂરી અપાઈ હરી. આ દરમિયાન Chandrayaan-4, શુક્ર મિશન, ભારતીય સ્પેસ સ્ટેશન અને નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ વિકસાવવાને લઈને મંજૂરી આપી હતી. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ ISRO દ્વારા આના પર કામ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટા રહેલા છે. ઈસરો પહેલા જ ચંદ્ર પર ત્રણ મિશન મોકલી ચુકેલ છે. ચંદ્રયાન 3 ને ચંદ્રની સપાટી પર લેન્ડર અને રોવર સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવી હતું. તેની સાથે કેબિનેટ દ્વારા શુક્ર મિશનને પણ મંજૂરી આપવામાં આવી છે.
તમને જાણવી દઈએ કે, ISRO દ્વારા ચંદ્ર પર ત્રણ મિશન મોકલવામાં આવેલ છે. તેમાં પણ ચંદ્રયાન 3 દ્વારા ચંદ્રની સપાટી પર લેન્ડર અને રોવર સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવ્યું હતું. તેની સાથે કેબિનેટ દ્વારા શુક્ર મિશનને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. ISRO દ્વારા પહેલાથી જ મંગળ મિશન પર કામ કરવામાં આવી રહ્યું છે. એવામાં ગગનયાન મિશનને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ સિવાય ચંદ્ર પર ઉતર્યા બાદ પૃથ્વી પર પરત ફરવાની ટેક્નોલોજી વિકસાવવાની અને તેને ચંદ્રયાન-4 મિશન દ્વારા દુનિયાને બતાવવાની યોજના રહેલ છે. આ જ તરીકે શુક્ર મિશનનો હેતુ તેના વાતાવરણને સમજવાનો રહેલો છે. તેના માટે ISRO વિનસ ઓર્બિટર મિશન પર કામ કરવામાં આવી રહ્યું છે. આ શુક્ર ગ્રહ વિશે સમજવામાં ઘણી મદદરૂપ થશે. મોદી સરકાર દ્વારા ઈન્ડિયન સ્પેસ સ્ટેશન (BAS) ના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.
તેની સાથે હાલમાં અવકાશમાં બે સ્પેસ સ્ટેશન રહેલ છે. તે યુએસની આગેવાની હેઠળનું આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન રહેલ છે. વિશ્વના તમામ વૈજ્ઞાનિકો અહીં આવે છે અને તેમનું સંશોધન કાર્ય કરતા રહે છે. બીજું સ્ટેશન ચીનનું રહેલું છે. BAS નું પ્રથમ મોડ્યુલ 2028 સુધીમાં લોન્ચ થવાની શક્યતા રહેલી છે.
તમને જણાવી દઈએ કે, ISRO દ્વારા પહેલાથી ગગનયાન મિશન પર કામ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાની તૈયારીઓ કરાઈ રહી છે. આ મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી કરાઈ છે. તેની તાલીમ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ ઈસરોની ફ્લાઈટને વધુ મજબૂતી પ્રાપ્ત થશે. ISRO દ્વારા હાલમાં વિશ્વની સૌથી વિશ્વસનીય અવકાશ એજન્સીઓમાંથી એક બની ગયેલ છે. તે અમેરિકન એજન્સી નાસા સાથે મળીને ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેના દ્વારા વિશ્વના તમામ દેશોના ઉપગ્રહોને અવકાશમાં મોકલવામાં આવી રહ્યા છે.